શોધખોળ કરો

Paper Leak Bill 2024: પેપર લીક કરવા પર થશે 10 વર્ષની જેલ અને 1 કરોડનો દંડ, લોકસભામાં રજૂ થયું બિલ, જાણો

દેશના વિવિધ રાજ્યોમાં પેપર લીક અને નકલની ઘટનાઓ દરરોજ બનતી રહે છે. ઘણા રાજ્યોમાં તેની વિરુદ્ધ કાયદા પણ બન્યા છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે તેની વિરુદ્ધ કોઈ કાયદો નથી

Public Examination Bill 2024: પેપર લીક બિલ આજે 5 ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્રસિંહે બિલ રજૂ કર્યું હતું. વિધેયકમાં પેપર લીક કરવા અને તેની જગ્યાએ બીજા અન્યએ પરીક્ષા આપવા માટે કડક સજા અને દંડની જોગવાઈ છે. જો પેપર લીક કેસમાં દોષી સાબિત થશે તો 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ થશે. અન્ય ઉમેદવારની જગ્યાએ પરીક્ષામાં બેસવા પર પણ આકરી સજા થશે. ચાલો જાણીએ કે પેપર લીક અને કોપીના કયા કેસમાં કેટલી સજા અને દંડની જોગવાઈ બિલમાં કરવામાં આવી છે.

દેશના વિવિધ રાજ્યોમાં પેપર લીક અને નકલની ઘટનાઓ દરરોજ બનતી રહે છે. ઘણા રાજ્યોમાં તેની વિરુદ્ધ કાયદા પણ બન્યા છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે તેની વિરુદ્ધ કોઈ કાયદો નથી. ઘણા રાજ્યોમાં પેપર લીક થવાને કારણે પરીક્ષાઓ રદ કરવી પડી હતી અને ફરીથી પરીક્ષાઓ યોજવી પડી હતી. કેન્દ્ર સરકારે આજે લોકસભામાં પેપર લીક પર પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ 2024 રજૂ કર્યું હતું.

પેપર લીક પર થશે 10 વર્ષની સજા 
જો પેપર લીક કેસમાં દોષી સાબિત થશે તો ગુનેગારને 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ થશે. પરીક્ષા આપવાના કિસ્સામાં જો કોઈ અન્ય વ્યક્તિ દોષી સાબિત થશે તો 3 થી 5 વર્ષની જેલની સજા થશે અને 10 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. વળી, જો કોઈ સંસ્થા પેપર લીક અને નકલના કેસમાં સંડોવાયેલી હોવાનું જણાશે, તો પરીક્ષાનો સંપૂર્ણ ખર્ચ તેની પાસેથી વસૂલવામાં આવશે અને તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે.

કેમ પડી આ બિલની જરૂર ?
રાજસ્થાન, તેલંગાણા, એમપી, ગુજરાત, ઝારખંડમાં પેપર લીક થવાને કારણે પરીક્ષાઓ રદ કરવી પડી હતી અને આ પરીક્ષાઓ ફરીથી લેવામાં આવી હતી. સાથે જ રાજ્ય સરકાર પુન: પરીક્ષા માટે નાણાં ખર્ચે છે અને તેને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉપરાંત સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને પણ વિદ્યાર્થીઓના રોષનો સામનો કરવો પડે છે.

UPSC, NEET અને JEE પરીક્ષા પર પણ લાગુ થશે બિલ 
યુપીએસસી, એસએસસી, રેલ્વે, બેંકિંગ, NEET, મેડિકલ અને એન્જિનિયરિંગ સહિતની વિવિધ પરીક્ષાઓ તેના કાર્યક્ષેત્રમાં લાવવામાં આવી છે. રાષ્ટ્રપતિના સંબોધનમાં પેપર લીક પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પેપર લીક થવા કે નકલ થવાને કારણે લાખો ઉમેદવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

કોણ કરશે કેસની તપાસ ?
પેપર લીક અને નકલના કેસોની તપાસ નાયબ પોલીસ અધિક્ષક, મદદનીશ પોલીસ કમિશનર સ્તરના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. સરકારને કેન્દ્રીય એજન્સીને તપાસ સોંપવાનો અધિકાર રહેશે. પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતા લાવવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
Embed widget