Mumbai : સિટી બસ ડમ્પર પાછળ ઘૂસી જતાં સર્જાયો અકસ્માત, 8 ઘાયલ, 5ની સ્થિતિ ગંભીર
દાદર વિસ્તારમાં બેસ્ટ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 5 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એએનઆઇએ આ અકસ્માતના સીસીટીવી જાહેર કર્યા છે.
મુંબઈઃ શહેરના દાદર વિસ્તારમાં બેસ્ટ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 5 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. એએનઆઇએ આ અકસ્માતના સીસીટીવી જાહેર કર્યા છે. જેમાં જોઇ શકાય છે કે, સ્પીડમાં આવી રહેલી સિટી બસ ડમ્પર પાછળ ઘૂસી જાય છે. જેને કારણે કેટલાક લોકો નીચે પડી જાય છે. એનએનઆઇ પ્રમાણે આ અકસ્માતમાં ડ્રાઇવર અને કંડક્ટર સહિત પાંચ લોકોની હાલત ગંભીર છે.
#WATCH | Eight people were injured in a collision between a BEST bus and a dumper truck in Dadar area of Mumbai today morning. The condition of five people including driver & conductor of the bus is serious: Municipal Corporation of Greater Mumbai pic.twitter.com/yCwYUQHG7R
— ANI (@ANI) October 27, 2021
ગુજરાતની સ્કૂલ-કોલેજોમાં કેટલા દિવસનું દિવાળી વેકેશન થયું જાહેર? જાણો ક્યારથી થશે શરૂ?
ગાંધીનગરઃ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે 21 દિવસના દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. ટ્વીટમાં શિક્ષણ મંત્રીએ લખ્યું છે કે, ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા ૨ વર્ષથી ચાલી આવેલ ૧૩ દિવસનું દિવાળી વેકેશન હિન્દુ ધર્મ માટે સૌથી મોટો પારિવારિક તહેવાર હોવાથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વેકેશન પહેલી નવેમ્બરથી શરૂ થઈ જશે. નોંધનીય છે કે, રાજ્યમાં 7મી જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. સ્કૂલોમાં પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ રહેશે, જ્યારે બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કામકાજ થશે. સ્થાનિક રજાઓને બાદ કરતાં વર્ષ દરમિયાન 245 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. પ્રથમ સત્ર 30 ઓક્ટોબર સુધી ચાલશે. તેમજ પહેલી નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાશે. બીજા સત્રનો પ્રારંભ 22 નવેમ્બરથી થઈ શકે છે. વર્ષ દરમિયાન કુલ 80 રજા નક્કી કરાઈ છે, જેમાં સ્થાનિક રજા ઉપરાંત જાહેર રજા, ઉનાળું અને દિવાળી વેકેશનનો સમાવેશ થાય છે. 7મી મેના રોજ બીજું સત્ર પૂર્ણ થયા બાદ 9મી મેથી ઉનાળું વેકેશન જાહેર કરાશે. 35 દિવસનું ઉનાળું વેકેશન 13 જૂન સુધી ચાલશે. જોકે, રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને આ કેલેન્ડરમાં ફેરફારો થઈ શકે છે. હાલમાં માત્ર સંભવિત તારીખ જાહેર કરાઇ છે. સ્કૂલોમાં સ્થાનિક રજાઓ ઉપરાંત 21 દિવસનું દિવાળી વેકેશન અને 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. જ્યારે 16 જાહેર રજાઓ વર્ષ દરમિયાન આવશે. સમગ્ર વર્ષ દરમિયાન કુલ રજાઓ 80 દિવસની રહેશે. નિયમ મુજબ વર્ષ દરમિયાન 80થી વધુ રજાઓ થવી જોઈએ નહીં, જેથી આ મુજબનું માળખું નક્કી કરાયું છે.