Indians In Russia: રશિયન સૈન્યમાં ફસાયા 18 ભારતીયો, સૌથી વધુ UPના, સંસદમાં સરકારે આપી જાણકારી
રશિયા-યુક્રેન સંઘર્ષમાં અત્યાર સુધીમાં 12 ભારતીયોના મોતની પુષ્ટી થઈ છે
કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે 18 ભારતીય નાગરિકો હજુ પણ રશિયન સેનામાં સેવા આપી રહ્યા છે, જેમાંથી 16ને રશિયા દ્વારા ગુમ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે આ 18 ભારતીયોમાંથી 9 ઉત્તર પ્રદેશના, 2 પંજાબ અને હરિયાણાના છે, જ્યારે એક-એક ચંડીગઢ, મહારાષ્ટ્ર, કેરળ, બિહાર અને જમ્મુ અને કાશ્મીરનો છે.
બીજા પ્રશ્નના જવાબમાં કીર્તિ વર્ધને કહ્યું હતું કે રશિયા-યુક્રેન સંઘર્ષમાં અત્યાર સુધીમાં 12 ભારતીયોના મોતની પુષ્ટી થઈ છે. ભારતીય દૂતાવાસો અને મિશન વિદેશમાં ફસાયેલા નાગરિકોની સલામતી અને સુખાકારીને પ્રાથમિકતા આપે છે. જ્યારે પણ સહાયની વિનંતી મળે છે ત્યારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે.
અત્યાર સુધીમાં 97 ભારતીયો પરત ફર્યા છે
વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રશિયન અધિકારીઓને બાકીના ભારતીયોની સ્થિતિ અંગે અપડેટ આપવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે. તેમજ તેમને શક્ય તેટલી વહેલી તકે સેનામાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રશિયન સેનામાં સેવા આપી ચૂકેલા 97 ભારતીયોને તેમના સ્વદેશ પરત મોકલવામાં મદદ કરવામાં આવી છે. આમાં ઉત્તર પ્રદેશના 32, પંજાબના 14, હરિયાણાના 12, મહારાષ્ટ્રના 8, દિલ્હીના 6, બિહારના 5, જમ્મુ-કાશ્મીરના 4 અને અન્ય રાજ્યોના 16 નાગરિકોનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે રશિયન અધિકારીઓને રશિયન સશસ્ત્ર દળોમાં બાકી રહેલા ભારતીયો વિશે માહિતી પૂરી પાડવા અને તેમની સલામતી, આરોગ્ય અને વહેલી મુક્તિ સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, "વિદેશ મંત્રાલય અને મોસ્કોમાં ભારતીય દૂતાવાસે આ મુદ્દાઓ પર વિવિધ સ્તરે સંબંધિત રશિયન અધિકારીઓ સાથે વાતચીત કરી છે. રશિયામાં ભારતીય મિશન/પોસ્ટે અગાઉ પણ રશિયન સશસ્ત્ર દળોમાં તેમની સેવા પૂર્ણ કર્યા પછી ભારતીય નાગરિકોને ભારત પાછા ફરવામાં મદદ કરી છે, જેમાં જરૂરી હોય ત્યાં મુસાફરી દસ્તાવેજો અને હવાઈ ટિકિટની સુવિધાનો સમાવેશ થાય છે." તેમણે રશિયન સશસ્ત્ર દળોમાં જેમની સેવા સમાપ્ત કરવામાં આવી છે તેવા 97 ભારતીય નાગરિકોના રાજ્ય પ્રમાણે માહિતી પણ શેર કરી હતી.
World News: પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો , ભારત સાથે વાતચીત કરવા શાહબાઝ શરીફની આજીજી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
