શોધખોળ કરો

World News: પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો , ભારત સાથે વાતચીત કરવા શાહબાઝ શરીફની આજીજી

World News: પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે બુધવારે કહ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે કાશ્મીર સહિત તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલવા માંગે છે.

World News: પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે બુધવારે કહ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે કાશ્મીર સહિત તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલવા માંગે છે. તેમણે કહ્યું કે તેમનો દેશ કાશ્મીરી લોકોને પોતાનું "અતૂટ" સમર્થન આપવાનું ચાલુ રાખશે.

શરીફે 'કાશ્મીર એકતા દિવસ' નિમિત્તે મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) વિધાનસભાના સત્રને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. શરીફે કહ્યું કે અમે કાશ્મીર સહિત તમામ મુદ્દાઓનો ઉકેલ વાતચીત દ્વારા લાવવા માંગીએ છીએ. તેમણે કહ્યું, ભારતે 5 ઓગસ્ટ 2019 ની માનસિકતામાંથી બહાર આવવું જોઈએ અને સંયુક્ત રાષ્ટ્રને આપેલા વચનો પૂરા કરવા જોઈએ અને વાતચીત શરૂ કરવી જોઈએ. તેઓ જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવા માટે બંધારણની કલમ 370 દૂર કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

'વાતચીત જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે'
શરીફે કહ્યું કે પાકિસ્તાન અને ભારત માટે આગળ વધવાનો એકમાત્ર રસ્તો વાતચીત છે, જેમ કે 1999 માં લાહોર ઘોષણામાં દર્શાવવામાં આવ્યું હતું. આ કરાર તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની પાકિસ્તાન મુલાકાત દરમિયાન થયો હતો.

પાકિસ્તાન સાથેના સંબંધો અંગે ભારતનું વલણ શું છે?
ભારતે વારંવાર કહ્યું છે કે તે આતંકવાદ, દુશ્મનાવટ અને હિંસા મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઇચ્છે છે. આ ઉપરાંત, ભારતે એમ પણ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હંમેશા માટે ભારતના અભિન્ન અંગ છે.

ભારત પર શસ્ત્રોનો સંગ્રહ કરવાનો આરોપ
શરીફે ભારત પર શસ્ત્રોનો સંગ્રહ કરવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે હથિયારો મૂકવાથી શાંતિ નહીં આવે કે પ્રદેશના લોકોનું ભાગ્ય બદલાશે નહીં. તેમણે કહ્યું કે પ્રગતિનો માર્ગ શાંતિ છે. પાકિસ્તાની વડા પ્રધાને વધુમાં કહ્યું કે જ્યાં સુધી કાશ્મીરી લોકોના આત્મનિર્ણયનો નિર્ણય ન લેવાય ત્યાં સુધી પાકિસ્તાન રાજદ્વારી અને રાજકીય સમર્થન આપવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે, આ (કાશ્મીર મુદ્દો) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના ઠરાવ હેઠળ કાશ્મીરી લોકોના આત્મનિર્ણયના અધિકાર દ્વારા જ શક્ય બની શકે છે.

આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી મદદ માટે અપીલ
તે જ સમયે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડા પ્રધાન શરીફે આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારત પર દબાણ લાવવા વિનંતી કરી જેથી કાશ્મીરી લોકો મુક્તપણે પોતાનું ભવિષ્ય નક્કી કરી શકે અને પ્રદેશમાં કાયમી શાંતિ સ્થાપિત થઈ શકે. પીઓકેના કહેવાતા વડા પ્રધાન અનવર ઉલ હકે કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરી લોકોનું અંતિમ મુકામ છે અને કાશ્મીર મુદ્દાને ઉકેલ્યા વિના આ ક્ષેત્રમાં શાંતિ શક્ય નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget