MAHARASHTRA : ભગતસિંહ કોશ્યારીના નિવેદન પર એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
Bhagat Sinh Koshyari controversial statement : દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે બાદ હવે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ રાજ્યપાલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
![MAHARASHTRA : ભગતસિંહ કોશ્યારીના નિવેદન પર એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું Eknath Shinde and Devendra Fadnavis reacted to Bhagat Singh Koshyari's statement MAHARASHTRA : ભગતસિંહ કોશ્યારીના નિવેદન પર એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/30/71bb9a225ce1da4522594a9cd48399161659181817_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
MAHARASHTRA : મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદન પર રાજકારણ ગરમાવા લાગ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે બાદ હવે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ રાજ્યપાલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે શનિવારે કહ્યું કે તેઓ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની મુંબઈ અંગેની ટિપ્પણીથી સહમત નથી. તેમણે કહ્યું કે શહેરના વિકાસમાં મરાઠી લોકોએ આપેલા યોગદાનને ક્યારેય અવગણી શકાય નહીં. તેમણે કહ્યું કે રાજ્યપાલ બંધારણીય પદ પર છે અને તેમણે પોતાના નિવેદનોથી કોઈને દુઃખ ન પહોંચે તેની કાળજી રાખવી જોઈએ.
શું કહ્યું સીએમ શિંદેએ ?
શિંદેએ નાસિક જિલ્લાના માલેગાંવમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે કોશ્યારીના નિવેદન સાથે સહમત નથી. આ તેમનો અંગત અભિપ્રાય છે. હવે તેમણે સ્પષ્ટતા જાહેર કરી છે. તેમની પાસે બંધારણીય હોદ્દો છે અને તેમણે ધ્યાન રાખવું જોઈએ કે તેમની ટિપ્પણીઓથી બીજાને નુકસાન ન થાય. મુંબઈ અપાર સંભાવનાઓ ધરાવતું મહત્વનું શહેર છે. દેશભરના લોકોએ તેને પોતાનું ઘર બનાવ્યું હોવા છતાં, મરાઠી લોકોએ તેમની ઓળખ અને ગૌરવ જાળવી રાખ્યું છે અને તેનું અપમાન થવું જોઈએ નહીં.”
આગળ તેમણે કહ્યું, “મુંબઈને મહારાષ્ટ્રની રાજધાની બનાવવાની ચળવળમાં 105 લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું અને શિવસેનાના દિવંગત સ્થાપક બાલા ઠાકરેએ શહેરની મરાઠી ઓળખ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોઈ પણ મુંબઈ અને મરાઠી લોકોનું અપમાન કરી શકે નહીં. મુંબઈ શહેરે ઘણી આફતોનો સામનો કર્યો, પરંતુ તે ક્યારેય અટકતું નથી, તે ચોવીસ કલાક કામ કરે છે અને હજારો લોકોને રોજગાર, આજીવિકા પૂરી પાડે છે.”
महाराष्ट्राच्या उभारणीत, विकासात आणि जडणघडणीत मराठी माणसाचे श्रेय सर्वाधिक! उद्योगाच्या जगतात सुद्धा मराठी माणसाची जागतिक भरारी!
— Devendra Fadnavis (@Dev_Fadnavis) July 30, 2022
मा. राज्यपाल यांच्या विधानाशी आम्ही सहमत नाही!#Maharashtra pic.twitter.com/cJDDTktQVD
શું કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ધુલેમાં પત્રકારોને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના વિકાસમાં મરાઠી ભાષી લોકોનું મહત્ત્વનું યોગદાન છે. તેમણે કહ્યું, "ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ, મરાઠી ભાષી લોકોએ વૈશ્વિક પ્રગતિ કરી છે. અમે રાજ્યપાલની ટિપ્પણી સાથે સહમત નથી.”
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)