Elections 2022: જંગી સભાઓ અને રેલીઓને લઈ ચૂંટણી પંચે રાજકીય પક્ષોને શું આપી મોટી રાહત, જાણો
કોરોના વાયરસના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચે રેલીઓ અને જાહેર સભાઓમાં વધુ છૂટ આપી છે. અત્યાર સુધી ગ્રાઉન્ડની 50 ટકા ક્ષમતા સાથે જાહેર સભા યોજવાની પરવાનગી પણ નાબૂદ કરવામાં આવી છે.
Elections 2022: કોરોના વાયરસના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચે રેલીઓ અને જાહેર સભાઓમાં વધુ છૂટ આપી છે. અત્યાર સુધી ગ્રાઉન્ડની 50 ટકા ક્ષમતા સાથે જાહેર સભા યોજવાની પરવાનગી પણ નાબૂદ કરવામાં આવી છે. એટલે કે હવે ગ્રાઉન્ડની સંપૂર્ણ ક્ષમતા સાથે રેલી અને જાહેર સભાઓ યોજી શકાશે. આ ઉપરાંત રોડ શો યોજવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
50% cap on meetings, rallies, roadshows of political parties, candidates has been relaxed now. Commission now allows roadshows subject to SDMA regulations & with prior permission of dist authorities. Other existing provisions related to electioneering shall continue to operate:EC pic.twitter.com/CNUUuF0qEF
— ANI (@ANI) February 22, 2022
જણાવી દઈએ કે કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે જાન્યુઆરીમાં યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં મતદાન થયું છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ત્રણ તબક્કામાં 172 બેઠકો પર મતદાન થયું છે. બુધવારે ચોથા તબક્કાનું મતદાન થશે. બાકીના ત્રણ તબક્કા માટે રેલીઓ યોજાઈ રહી છે. યુપીમાં સાત તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. મણિપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન 28 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કાનું મતદાન 5 માર્ચે થશે.
ચોથા તબક્કામાં ગાંધી પરિવારનો ગઢ ગણાતા રાયબરેલી ક્ષેત્રમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અહીંથી લોકસભાના સાંસદ છે. તેમના પુત્ર રાહુલ ગાંધી 2019ની લોકસભા ચૂંટણી અમેઠીથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા. ચોથા તબક્કામાં યુપી કોંગ્રેસના પ્રભારી પ્રિયંકા ગાંધીના ચૂંટણી સંચાલનની પણ કસોટી થશે.
અવધ પ્રદેશની છેલ્લી બે વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો આ પ્રદેશમાં જે પક્ષ જીતે છે, તેની સરકાર બને છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય પક્ષો વચ્ચે ગઠબંધન ન થવાને કારણે મૂંઝવણ છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં પીલીભીત, લખીમપુર ખીરી, સીતાપુર, હરદોઈ, લખનઉ, ઉન્નાવ, રાયબરેલી, ફતેહપુર અને બાંદા જિલ્લામાં 60 વિધાનસભા બેઠકો છે. 16 બેઠકો અનુસૂચિત જાતિ (SC) ઉમેદવારો માટે અનામત છે.