શોધખોળ કરો
Advertisement
દિલ્હી: આજે AAPના 21 ધારાસભ્યોના ભવિષ્યનો નિર્ણય કરશે ચૂંટણી પંચ
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના 21 ધારાસભ્યોની સભ્યતાને લઈને ચૂંટણી પંચે ગુરુવારે મહત્વના નિર્ણય સંભળાવી શકે છે. સંસદીય સચિવ બનાવ્યા પછી આ ધારાસભ્યોની સભ્યતાને લઈને ખતરો મંડરાઈ રહ્યો છે.
ચૂંટણી પંચે AAPના તે 21 ધારાસભ્યોને નોટિસ મોકલીને સ્થિતિ સ્પષ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. જેને દિલ્હી સરકારે સંસદીય સચિવના પદ પર નિયુક્ત કર્યા હતા. ચૂંટણી પંચે બંધારણીય જોગવાઈ ન હોવા છતાં સંસદીય સચિવ બનાવતા 21 ધારાસભ્યો પાસેથી જવાબ માંગ્યો હતો.
ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવવાના નિર્ણયનો વિરોધ કરતાં કેંદ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં આપત્તિ જતાવી હતી. કેંદ્રનું કહેવું છે કે, દિલ્હીમાં માત્ર એક સંસદીય સચિવ હોઈ શકે છે, જે મુખ્યમંત્રીની પાસે હશે. 21 ધારાસભ્યોને આ પદ આપવાનો કોઈ બંધારણીય જોગવાઈ નથી.
તમને જણાવી દઈએ કે, દિલ્હી સરકારે દિલ્હી અસેંબલી રિમૂવલ ઑફ ડિસ્કવૉલિફિકેશન એક્ટ-1997માં સંશોધન કર્યું હતું. આ કાયદાનો હેતુ સંસદીય સચિવ પદના લાભથી છૂટકારો આપવાનો હતો. જેને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઈનકાર કરી દીધો હતો. આ મામલે ચૂંટણી પંચે દિલ્હી સરકારના મુખ્ય સચિવનો જવાબ માંગ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion