અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
SpaceX: એલન મસ્કના સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટની મદદથી તેને સફળતાપૂર્વક અવકાશમાં લઈ જવામાં આવ્યો છે

GSAT 20 satellite Launched: ભારતના મોસ્ટ એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-20 (ISRO Satellite Launch) સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. એલન મસ્કના સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટની મદદથી તેને સફળતાપૂર્વક અવકાશમાં લઈ જવામાં આવ્યો છે. મંગળવારે મધ્યરાત્રિના માત્ર એક મિનિટ પહેલાં ISROનો મોસ્ટ સોફિસ્ટિકેટેડ કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કર્યો હતો. આ ઉપગ્રહ દૂરના વિસ્તારોમાં બ્રોડબેન્ડ સેવાઓ અને ફ્લાઈટ્સમાં મુસાફરોને ઈન્ટરનેટ સેવા આપશે. તેને સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યો છે.
Deployment of @NSIL_India GSAT-N2 confirmed pic.twitter.com/AHYjp9Zn6S
— SpaceX (@SpaceX) November 18, 2024
મસ્કની કંપની સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટે મંગળવારે વહેલી સવારે ફ્લોરિડાના કેપ કેનાવેરલથી ISROના GSAT-20 સંચાર ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. ISROના 4700 કિલોગ્રામ સેટેલાઇટનો હેતુ દૂરના વિસ્તારોમાં ડેટા અથવા ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો છે.
વાસ્તવમાં આ ઉપગ્રહને દૂરના વિસ્તારોમાં ડેટા અને ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવા અને સમગ્ર ભારતીય ઉપખંડમાં ઇન-ફ્લાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી સક્ષમ કરવાના ઉદ્દેશ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ISROનું માર્ક-3 લોન્ચ વ્હીકલ જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટમાં મહત્તમ 4000 કિલો વજન વહન કરી શકે છે, પરંતુ GSAT 20નું વજન 4700 કિલો હતું. આ માટે ભારતને એવા રોકેટની જરૂર હતી જે આ ભારને અવકાશમાં લઈ જઈ શકે. એટલા માટે ઈસરોએ આ મિશન માટે સ્પેસએક્સના લોન્ચ વ્હીકલની મદદ લીધી હતી. સ્પેસએક્સ સાથે ઇસરોનું આ પ્રથમ કોમર્શિયલ કોલેબોરેશન છે.
નોંધનીય છે કે GSAT-N2 ને GSAT-20 તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક હાઇ-થ્રુપૂટ કોમ્યુનિકેશન ઉપગ્રહ છે, જે કેએ-બેન્ડમાં કામ કરે છે. તેને ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) દ્વારા વિકસાવવામાં આવ્યો છે. NSIL એ અવકાશ વિભાગ હેઠળ ISROની વ્યાપારી શાખા છે. સ્પેસ ઈન્ડિયા લિમિટેડે X પર આ લોન્ચ વિશે સંપૂર્ણ માહિતી આપી છે.
ISROએ જણાવ્યું હતું કે GSAT-N2 સેટેલાઇટમાં અનેક સ્પોટ બીમ છે અને નાના યુઝર ટર્મિનલ્સ મારફતે મોટા યુઝર બેઝને સપોર્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ISRO અનુસાર, GSAT-N2 ની મિશન લાઇફ 14 વર્ષ છે અને તેમાં 32 યુઝર બીમ છે. ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં 8 નેરો સ્પોટ બીમ અને બાકીના ભારતને કવર કરવા માટે 24 વાઇડ સ્પોટ બીમ છે. આ બીમને સમગ્ર ભારતમાં હબ સ્ટેશનો દ્વારા સપોર્ટ કરવામાં આવશે. સેટેલાઇટનું કેએ-બેન્ડ હાઇ-થ્રુપુટ કોમ્યુનિકેશન પેલોડ આશરે 48 Gbps નું થ્રુપુટ પૂરું પાડે છે.
શું ફાયદો થશે?
અત્યાર સુધી ભારતમાં લેન્ડિંગ કરતી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સે તેમની ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવી પડતી હતી. કારણ કે ભારતે અગાઉ ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટીની મંજૂરી આપી ન હતી. પરંતુ નિયમોમાં તાજેતરના ફેરફારો બાદ હવે ભારતીય એરસ્પેસમાં ઈન્-ફ્લાઇટ ઈન્ટરનેટ એક્સેસની મંજૂરી આપવામાં આવી છે. નવા નિયમો હેઠળ 3,000 મીટરથી વધુની ઊંચાઈએ ઉડતા વિમાનમાં Wi-Fi સેવાઓની મંજૂરી છે. જો કે, ફ્લાઇટ દરમિયાન ઇલેક્ટ્રોનિક ડિવાઇસના ઉપયોગની પરવાનગી હોય તો જ મુસાફરો આ સેવાઓનો ઉપયોગ કરી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
