સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ફ્લાઈટનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ
બેંગ્લુરુમાં વિપક્ષી દળોની બેઠકમાં ભાગ લઈને દિલ્હી પરત ફરી રહેલા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
Rahul Gandhi Flight Emergency Landing: બેંગ્લુરુમાં વિપક્ષી દળોની બેઠકમાં ભાગ લઈને દિલ્હી પરત ફરી રહેલા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઈટમાં આવેલી ટેકનિકલ ખરાબીના કાણે ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી મંગળવારે (18 જુલાઈ)એ ચાર્ટર્ડ ફ્લાઈટથી બેંગ્લુરુથી દિલ્હી જઈ રહ્યા હતા.
ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ભોપાલ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. હવે સોનિયા અને રાહુલ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટથી દિલ્હી જવા રવાના થશે. બંને નેતાઓ સોમવારે શરૂ થયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ભાગ લેવા બેંગલુરુ ગયા હતા.
The aircraft carrying Congress leaders Sonia Gandhi and Rahul Gandhi makes an emergency landing in MP's Bhopal due to bad weather, say Bhopal police. pic.twitter.com/4XJVEl7Mq9
— ANI (@ANI) July 18, 2023
આ બેઠક મંગળવારે પૂરી થઈ છે. આ બેઠકમાં 26 વિપક્ષી દળોએ આગામી લોકસભા ચૂંટણી માટે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા) નામના નવા ગઠબંધનની જાહેરાત કરી છે. આ દરમિયાન વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ કહ્યું કે આ ભારત 2024માં ભાજપના નેતૃત્વવાળી એનડીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવી દેશે.
આગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે વિપક્ષી દળોએ મહાગઠબંધન કરીને મોદી સરકારને હરાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. એક તરફ કોંગ્રેસ અને નીતિશ કુમારના નેતૃત્વમાં 26 પાર્ટીઓ એક થઈ ગઈ છે.
2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની આગેવાનીમાં એક નવા જ વિપક્ષી મોરચાની રચના કરવામાં આવી છે. આજે બેંગલુરુમાં 26 વિપક્ષી પાર્ટીઓની બેઠક દરમિયાન મહાગઠબંધનના નામ પર મહોર મારવામાં આવી હતી. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, વિપક્ષી ગઠબંધનનું નામ યુપીએ જ રાખવામાં આવશે. જો કે, બપોરે 3 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ ગયું કે, વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં NDAનો સામનો 'INDIA' સામે થશે. જેનું આખુ નામ I થી ઈન્ડિયા, N થી નેશનલ, D થી ડેમોક્રેટિક, I થી ઈન્ક્લુઝીવ અને A થી એલાયન્સ રહેશે. India નામ રાખવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ વિપક્ષી મોરચાનું નામ 'India' રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ પક્ષોએ સ્વીકારી લીધો હતો.