S Jaishankar : યુરોપને ભારતનો ફરી સણસણતો જવાબ, રશિયા પાસેથી ગેસ-તેલને લઈ કહ્યું કે...
વિદેશ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, યુરોપ પોતે કંઈક અલગ જ કરે અને ભારતને કંઈક જુદુ જ કરવા કહે એ કેવી રીતે શક્ય બને? યુરોપે રશિયા પાસેથી 10 દેશો સાથે મળી તેલ, ગેસ અને કોલસાની સૌથી વધુ આયાત
Europian Union Vs India : ભારતે ફરી એકવાર રશિયા પાસેથી ક્રુડ ઓઈલ અને ગેસ ખરીદવાને લઈને યુરોપના દેશોને રોકડો જવાબ આપ્યો છે. ભારતે ફરી એકવાર દુનિયાને પોતાની તટસ્થ વિદેશ નીતિ અને પોતાના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર રશિયાથી તેલ અને ગેસની આયાત પર યુરોપને દર્પણ દેખાડ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ભારતની ઉર્જાની જરૂરિયાતો તે પોતે જ નક્કી કરશે. આ પ્રાથમિકતા યુરોપ કે અન્ય કોઈ વિદેશી દેશ નક્કી ના કરી શકે.
વિદેશ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, યુરોપ પોતે કંઈક અલગ જ કરે અને ભારતને કંઈક જુદુ જ કરવા કહે એ કેવી રીતે શક્ય બને? યુરોપે રશિયા પાસેથી 10 દેશો સાથે મળી તેલ, ગેસ અને કોલસાની સૌથી વધુ આયાત કરી છે.
યુક્રેન સાથેના યુદ્ધ બાદ રશિયા પાસેથી તેલની આયાત પર યુરોપ ભારત પર સતત સવાલ ઉઠાવી રહ્યું છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, યુરોપ પોતે જ રશિયામાંથી તેલ અને કોલસા તથા ગેસનો મોટો આયાતકાર રહી ચુક્યું છે. જેથી એસ જયશંકર અગાઉ પણ યુરોપને સણસણતો જવાબ આપી ચુક્ય કે, બીજાને શિખામણ આપતા પહેલા યુરોપે પહેલા પોતાનામાં જોવું જોઈએ.
આજે સોમવારે ફરી એકવાર વિદેશ મંત્રી એસ જયશંકરે યુરોપને દર્પણ દેખાડ્યું હતું. રશિયામાંથી ઈંધણની આયાત અંગે જયશંકરે જણાવ્યું હતું કે, યુરોપે એ 10 દેશો સાથે મળીને રશિયા પાસેથી સૌથી વધુ ક્રુડ ઓઈલ, ગેસ અને કોલસો આયાત કર્યો હતો જે આ મામલે તેમના કરતા બાદમાં આવે છે. યુરોપિયન યુનિયને ફેબ્રુઆરી અને નવેમ્બર વચ્ચે આ ખરીદી કરી છે. જયશંકરે રોકડું પરખાવતા કહ્યું હતું કે, યુરોપ ભારતની ઉર્જાની જરૂરિયાતો નક્કી ના શકે. યુરોપ એ ક્યારેય ના કહી શકે કે ભારત ક્યાંથી અને શું ક્યાંથી ખરીદશે. તે પોતે કંઈ કરે અને અને ભારતને કંઈક બીજું કરવા કહે એ અયોગ્ય છે. યુરોપે આ વાત સમજવાની જરૂર છે.
ભારત સાથે યુરોપની આયાતની સરખામણી કરતાં જયશંકરે કહ્યું હતું કે, પશ્ચિમી દેશોની તેલની આયાત ભારત કરતાં 5 થી 6 ગણી વધારે છે. ગેસના મામલે તો આ આંકડો અનેક ઘણો વધારે છે કારણ કે ભારત તેની આયાત નથી કરતું. જ્યારે વાત કોલસાની આયાત આવે તો તે ભારત કરતા 50% વધુ છે.