શોધખોળ કરો
Advertisement
જેલમાંથી છૂટ્યા બાદ ભાવુક બન્યા દયાશંકર સિંહ, કહ્યું- પહેલા પુત્રીને મળીશ, પછી આગળની લડાઈ લડીશ
મઉ: 10 દિવસ જેલમાં રહ્યા પછી સસ્પેંડ થયેલ બીજેપી નેતા દયાશંકર સિંહ રવિવારે સવારે મઉ જેલમાંથી જામીન પર છૂટ્યા હતા. જેલમાંથી બહાર આવતા જ પુત્રી અને પત્નીને જોઈને ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં આસું આવી ગયા હતા. દયાશંકર સિંહે કહ્યું કે પહેલા બીમાર પત્ની અને પુત્રીને જોઈશ પછી જ કોઈ રાજનૈતિક વાત કરીશ.
શનિવારે જામીનનો નિર્ણય આવતાં જ દયાશંકરના સમર્થક મઉ જેલની બહાર ભેગા થયા હતા. મોડી રાત્ર સુધી તેમને જેલમાંથી છૂટકારો ન મળતા તેમના સમર્થકોએ જેલની બહાર રાત વિતાવી હતી. રવિવારે સવારે લગભગ 8 વાગે દયાશંકર મઉ જેલમાંથી બહાર નીકળ્યા હતા. જેલની બહાર દયાશંકરના સમર્થકોએ નસીમુદ્દીન સિદ્દીકી વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો. જેલમાંથી બહાર નીકળ્યા પછી દયાશંકરે પત્રકારો સાથે વાતચીત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement