Bengaluru-Mysuru Expressway: 119 કિમી લાંબો, દોઢ કલાકમાં મૈસૂરથી બેંગ્લુંરુ, ખર્ચ 8480 કરોડ.... જાણો કેમ ખાસ છે બેંગ્લુંરુ-મૈસૂર એક્સપ્રેસ-વે
ખુદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને પીએમ મોદીનુ માનવું છે કે, આ શ્રીરંગપટના, કૂર્ગ, ઉટી અને કેરળ જેવા વિસ્તારો સુધી પહોંચવામાં સુધારો કરશે.
Bangalore-Mysore Expressway: કર્ણાટક વિધાનસભા ચૂંટણી (Karnataka Assembly Election) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) રવિવાર (12 માર્ચે) આઇટી અને સ્ટાર્ટ-અપ હબ બેંગ્લુંરુ અને વિરાસત શહેર મૈસૂરને જોડનારા એક્સપ્રેસ વેનું ઉદઘાટન કરશે. માનવામાં આવી રહ્યું છે કે, બેંગ્લુંરુ-મૈસૂર એક્સપ્રેસ-વે (Bangalore-Mysore Expressway) કર્ણાટક વિકાસમાં મુખ્ય યોગદાન આપશે અને લોકોને આનાથી ખુબ સગવડો મળવાની છે.
ખુદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને પીએમ મોદીનુ માનવું છે કે, આ શ્રીરંગપટના, કૂર્ગ, ઉટી અને કેરળ જેવા વિસ્તારો સુધી પહોંચવામાં સુધારો કરશે. એટલુ જ નહીં આનાથી પર્યટન ક્ષમતામાં પણ ખુબ વધારો થશે. પીએમ મોદીના એક્સપ્રેસ વે ઉદઘાટન કરતા પહેલા તમને એક્સપ્રેસ વે વિશેની કેટલીક જરૂરી વાતોનો ખ્યાલ હોવો જોઇએ. અહીં અમને તમને બેંગ્લુંરુ-મૈસૂર એક્સપ્રેસ-વેની કેટલીક ખાસિયતો વિશે વાત કરી રહ્યાં છીએ. તે જાણી લો.....
શું છે બેંગ્લુંરુ-મૈસૂર એક્સપ્રેસ-વેની ખાસિયતો.....
- NH-275 પર 118 કિલોમીટરનો બેંગ્લુંરુ-મૈસૂર એક્સપ્રેસ-વે એક દસ લે નો એક્સેસ નિયંત્રિત રાજમાર્ગ છે. આ કર્ણાટકની રાજધાની બેંગ્લુંરુ અને રાજ્યની સાંસ્કૃતિ રાજધાની મૈસૂરની વચ્ચે યાત્રાના સમયને ત્રણ કલાકથી ઘટાડીને 75-90 મિનીટ કરી દેશે.
- એક્સપ્રેસ વેમાં નવ મોટા પુલ, 42 નાના પુલ, 64 અંડરપાસ, 11 ઓવરપાસ અને ચાર રેલ બ્રિઝ છે. રાજમાર્ગની સાથે કસ્બોમાં ટ્રાફિકની ભીડથી બચવા માટે આમાં બિન્દાદી, રામનગર-ચન્નાપટના, મદદુર, માંડ્યા અને શ્રીરંગપટનાની આસપાસ 5 બાયપાસ છે.
- ઉટી, વાયનાડ, કોઝિકૉડ, કૂર્ગ અને કન્નૂર જેવી જગ્યાઓ પર વિકેન્ટ મનાવવા માટે આ એક્સપ્રેસ વે યાત્રાના સમયને ઓછો કરી દે છે. એક્સપ્રેસ વે માત્ર કર્ણાટકમાં નહીં પરંતુ તામિલનાડુ અને કેરળમાં પણ પર્યટનને પ્રોત્સાહન આપવાની ક્ષમતા રાખે છે.
- એક્સપ્રેસ વે પર કાર/જીપ /વેન માટે ટૉલ ફી સિંગલ ટ્રાવેલ માટે 135 રૂપિયા અને એક દિવસની અંદર પાછા આવવા પર 205 રૂપિયા છે. માસિક પાસ માટે 4,525 રૂપિયા પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા, જેમાં એક મહિનામાં 50 યાત્રાઓ સામેલ રહશે. મૈસૂરના સાંસદ પ્રતાપ સિમ્હાએ કહ્યું કે, કારો એલએમવીને બેંગ્લુંરુ થી મૈસૂર સુધીની આખી યાત્રા માટે 250 રૂપિયાનો ટૉલ આપવો પડશે.
- NHAIએ એક્સપ્રેસ વે પર ટૂ વ્હીલર વાહનો અને ધીમી ગતિથી ચાલનારા વાહનોને પ્રતિબંધિત કરવાની યોજના બનાવવામાં આવી છે. NHAIના અધિકારીઓએ કહ્યું કે, આ દૂર્ઘટનાને રોકવા માટે છે કેમ કે તે વધુ અસુરક્ષિત છે.
એક્સપ્રેસ વે ના નિર્માણ સાથે જોડાયેલી વાતો -
- પરિયોજનાનો અનુમાનિત ખર્ચ - 8,066 કરોડ રૂપિયા
- એક્સપ્રેસ વેની લંબાઇ - 119 KM
- એક્સપ્રેસ વે પર કુલ લેન - 6 થી 10
- મંત્રાલય - માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
- મૉડલ - હાઇબ્રિડ વાર્ષિકી મૉડલ (HAM)