શોધખોળ કરો
Advertisement
કૉંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલના પત્રનો ફેસબુકે આપ્યો જવાબ, જાણો શું કહ્યું ?
ઉલ્લેખનીય છે કે કેસી વેણુગોપાલે ફેસબુકના સંસ્થાપક માર્ક જુકરબર્ગને ઈ-મેલના માધ્યમથી એક પત્ર લખ્યો હતો.
નવી દિલ્હી: ફેસબુકે કૉંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલના પત્રનો જવાબ આપ્યો છે. ફેસબુકે કહ્યું અમે ગેર પક્ષપાતી છીએ અને એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરતા રહીએ કે અમારૂ પ્લેટફોર્મ એવી જગ્યા બની રહે જ્યાં લોકો પોતાને સ્વતંત્ર હોવાનો અહેસાસ વ્યક્ત કરી શકે. અમે પૂર્વાગ્રહના આરોપોને ગંભીરતાથી લઈએ છીએ અને ઘૃણા અને કટ્ટરતાની નિંદા કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે કેસી વેણુગોપાલે ફેસબુકના સંસ્થાપક માર્ક જુકરબર્ગને ઈ-મેલના માધ્યમથી એક પત્ર લખ્યો હતો. તેમણે જુકરબર્ગને સલાહ આપી હતી કે, ફેસબુક મુખ્યાલય તરફથી ઉચ્ચ સ્તરિય તપાસ કરવામાં આવે અને એક અથવા બે મહીનાની અંદર તપાસ રિપોર્ટ કંપનીના બોર્ડને સોંપવામાં આવે. આ રિપોર્ટને સાર્વજનિક પણ કરવામાં આવે.
સમગ્ર વિવાદ અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ તરફથી શુક્રવારે પ્રકાશિત રિપોર્ટ બાદ શરૂ થયો હતો. આ રિપોર્ટમાં ફેસબુકના અનામ સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો કે ફેસબુકના વરિષ્ઠ ભારતીય નીતિ અધિકારીએ કથિત રીતે સાંપ્રદાયિક આરોપવાળી પોસ્ટ કરવાના મામલે તેલંગણાના એક ભાજપ ધારાસભ્ય પર સ્થાયી પાબંધીને રોકવા સંબંધી આંતરિક પત્રમાં દખલ કરી હતી. આ પહેલા પણ ફેસબુકે સફાઈ આપતા કહ્યું હતું કે તેમના મંચ પર આવા ભાષણો અને સામગ્રી પર અંકુશ લગાવવામાં આવે છે, જેનાથી હિંસા ફેલાવવાની આશંકા રહે છે.
હેટ સ્પીચને લઈને વિવાદમાં આવેલા ફેસબુકને ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહના એકાઉન્ટને બેન કરી દિધુ છે. અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા સમાચાર અનુસાર નફરત અને હિંસામાં વધારો કરે તેવી સામગ્રીને લઈને ફેસબુકે નીતિ ઉલ્લંઘન કરવા પર તેલંગણાના ભાજપના ધારાસભ્યને બેન કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion