PIB Fact Check: શું તમને પણ મળી છે પીએમ મોદીના મેગા વર્ચ્યુઅલ જોબ ફેરમાં સામેલ થવાની લિંક? ક્લિક કરતાં પહેલા વાંચી લો આ સમાચાર
Fact Check: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઑક્ટોબર, 2023 શનિવારના રોજ રોજગાર મેળામાં સરકારી વિભાગોમાં નિયુક્ત 51,000 યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે.
PIB Fact Check: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઑક્ટોબર, 2023 શનિવારના રોજ રોજગાર મેળામાં સરકારી વિભાગોમાં નિયુક્ત 51,000 યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. પ્રધાનમંત્રી રોજગાર મેળાના આ કાર્યક્રમમાં બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે જેમાં નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી યુવાનોને પણ સંબોધિત કરશે.
દેશમાં કુલ 37 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. આ નિમણૂંકો કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવી રહી છે જે આ અભિયાન સાથે સંકળાયેલા છે. દેશભરમાં જે નવા નિયુક્ત કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે તેઓ સરકારના વિવિધ વિભાગો જેવા કે રેલ્વે મંત્રાલય, પોસ્ટ વિભાગ, ગૃહ મંત્રાલય, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, આરોગ્ય મંત્રાલય વગેરેમાંથી આવે છે.
શું છે વાયરલ મેેસેજ
આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જે મુજબ એક વેબસાઈટ શિક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલ હોવાનો દાવો કરે છે અને લોકોને મેગા વર્ચ્યુઅલ જોબ ફેરમાં ભાગ લેવા માટે આમંત્રિત કરી રહી છે. વેબસાઈટે મેગા વર્ચ્યુઅલ જોબ ફેરમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લોકોને આમંત્રિત કર્યા છે.
પીઆઈબી ફેક્ટ ચેકે શું કહ્યું
જોકે પીઆઈબી ફેક્ટ ચેકે આ વાતનું ખંડન કર્યુ છે. ફેક્ટે ચેક મુજબ, આ વેબસાઇટ નકલી છે. શિક્ષણ મંત્રાલયની આવી કોઈ વેબસાઇટ નથી. વધુ માહિતી માટે શિક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા જણાવાયું છે.
A website claims to be associated with the Education Ministry & is inviting individuals to participate in a Mega Virtual Job Fair#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) October 27, 2023
✔️The website is #fake
✔️@EduMinOfIndia maintains no such website
✔️For more info, visit official website 'https://t.co/0QGjiNcTEX' pic.twitter.com/epnRUj47kT
PIB ફેક્ટ ચેક શું છે?
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.