શોધખોળ કરો
કોરોનાથી બચવા માટે બોઈલર ચિકન ના ખાવું જોઈએ ? જાણો કેન્દ્ર સરકારે આ મુદ્દે શું કહ્યું ?
પીઆઈબી ફેક્ચ ચેક(PIB Fact Check)એ આ દાવાને ફગાવી દેતા આ મેસેજને ફેક ગણાવ્યો છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના આ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ ખોટી જાણકારીઓ અને ફેક ન્યૂઝના સામનો કરવો એક પડકાર સમાન છે. કોરોનાકાળ દરમિયાન ટ્વિટર, વ્હોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ વ્યાપક રીતે શેર કરવામાં આવે છે. આ જ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, બોઈલર ચિકનમાં કોરોના વાયરસનો ચેપ જોવા મળ્યો છે.
ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલ આ દાવની એક કોપી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો ઓફ ઇન્ડિયાના ફેક્ટ ચેક હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે, બોઈલર ચિકનમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. હું આપ બધાને વિનંતી કરું છું કે તમે બોયલર ચિકન ન ખાવ અને આ વાતને બધી જગ્યાએ શેર કરો.
પીઆઈબી ફેક્ચ ચેક(PIB Fact Check)એ આ દાવાને ફગાવી દેતા આ મેસેજને ફેક ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર, બોઈલર ચિકનમાં કોરોના વાયરસ મળી આવ્યાની કોઈ જાણકારી નથી. માટે આ અહેવા ખોટા છે.Claim: Novel Coronavirus has been found in broiler chicken#PIBFactCheck: This is #FakeNews. There is no record of #Coronavirus in broiler chicken. pic.twitter.com/DzO7yZdhrE
— PIB Fact Check (@PIBFactCheck) August 10, 2020
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
શિક્ષણ
Advertisement