શોધખોળ કરો
ખેડૂતોના આંદોલનને દબાવવા માટે દિલ્હી સરહદે લશ્કર ઉતારવામાં આવ્યું ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીમાં ખેડૂતોના પ્રદર્શનને જોતા સેનાને બોલાવવામાં આવી છે.
![ખેડૂતોના આંદોલનને દબાવવા માટે દિલ્હી સરહદે લશ્કર ઉતારવામાં આવ્યું ? જાણો મોદી સરકારે શું કહ્યું ? Fact Check: Due to farmers protest in Delhi modi govt called army check the truth ખેડૂતોના આંદોલનને દબાવવા માટે દિલ્હી સરહદે લશ્કર ઉતારવામાં આવ્યું ? જાણો મોદી સરકારે શું કહ્યું ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/14150930/army1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(પ્રતીકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો આજે 19મો દિવસ છે. દિલ્હીની સરહદો પર બધા જ ખેડૂત સંગઠનો ઉપવાસ કરશે. ખેડૂતો આજે સવારે 8.00થી સાંજે 5.00 વાગ્યા સુધી એક દિવસની ભૂખ હડતાળ કરશે.
આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીમાં ખેડૂતોના પ્રદર્શનને જોતા સેનાને બોલાવવામાં આવી છે. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, આ દાવો ફેક છે. આ સૈનિકોની નિયમિત અવરજવરનો એક વીડિયો છે. તેનો ખેડૂત પ્રદર્શન સાથે કોઈ સંબંધ નથી.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)