કોરોનાની રસી લેવાથી મોત થશે એવો કરાઈ રહ્યો છે ખોટો દાવો, જાણો શું છે હકીકત
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, સોશિયલ મીડિયા પર કોવિડ-19 વેક્સીનને લઈ ફ્રાંસના નોબલ પુરસ્કાર વિજેતાને કથિત રીતે ટાંકીને એક ઈમેજ વાયરલ થઈ રહી છે. આ ઈમેજમાં કરવામાં આવેલો દાવો ખોટો છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર નૉબલ પુરસ્કાર વિજેતા લ્યૂક મોન્ટેનિયકની તસવીર વાયરલ થઈ છે. આ પોસ્ટમાં નોબલ પુરસ્કાર વિજેતાના હવાલાથી લખવામાં આવ્યું છે કે, જે લોકોએ કોરોના રસી લીધી છે તેમનું બે વર્ષમાં મોત થઈ જશે. જોકે આ દાવો ખોટો છે.
પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, સોશિયલ મીડિયા પર કોવિડ-19 વેક્સીનને લઈ ફ્રાંસના નોબલ પુરસ્કાર વિજેતાને કથિત રીતે ટાંકીને એક ઈમેજ વાયરલ થઈ રહી છે. આ ઈમેજમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. કોરોના રસી સંપૂર્ણ સુરક્ષિત છે. આ મેસેજને ફોરવર્ડ ન કરો.
An image allegedly quoting a French Nobel Laureate on #COVID19 vaccines is circulating on social media
— PIB Fact Check (@PIBFactCheck) May 25, 2021
The claim in the image is #FAKE. #COVID19 Vaccine is completely safe
Do not forward this image#PIBFactCheck pic.twitter.com/DMrxY8vdMN
આસામ પોલીસના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી પણ આ અંગે ટ્વીટ કરવામાં આવ્યુ છે. જેમાં લખવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર ફાંસના નૉબલ પુરસ્કાર વિજેતાના નામથી કોરોના રસીકરણને લઇને કેટલાક મીસલીડિંગ ક્વૉટ કરવામાં આવી રહ્યાં છે, જેમાં તેમને જવાબદાર ગણાવવામાં આવ્યા છે, તે ખરેખર ખોટા છે. આ સંદર્ભમાં આપવામાં આવેલા આંકડા પણ ખોટા છે. અમે નાગરિકોને અનુરોધ કરીએ છીએ કે આ ખોટા અને પાયાવિહોણા મેસેજને ફોર્વર્ડ કરીને પ્રોત્સાહિત ના કરે. યાદ રાખો ખોટી માહિતી વાયરસની જેમ ઘાતક બની શકે છે.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
હવે રેમડેસિવિરની ટેબ્લેટ પણ આવશે, જાણો વિગત
Coronavirus Cases India: દેશમાં 24 કલાકમાં 2.11 લાખથી વધુ કેસ નોંધાયા, 3847 સંક્રમિતોના મોત
સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં મ્યુકરમાઈકોસિસે વર્તાવ્યો કહેર, સર્જરી માટે 400 લોકોનું વેઈટિંગ