મોદી સરકારે હોલમાર્કિંગ પ્રક્રિયા જુલાઈ, 2022 સુધી સ્થગિત કરી ? જાણો શું કર્યો ખુલાસો
નવા નિયમો મુજબ હોલમાર્કિંગ વગરના ઘરેણાં અને આર્ટવર્ક વેચતા કોઈ જ્વેલર પકડશે તો તેને રૂ. 1 લાખ સુધીનો દંડ અથવા 1 વર્ષની જેલની સજા થઈ શકે છે.

સોનાની ખરીદીમાં અવારનવાર છેતરપિંડીના સમાચારો આવતા રહે છે. ગ્રાહકો સાથેની છેતરપિંડી અટકાવવા માટે બ્યૂરો ઓફ ઇંડિયન સ્ટાન્ડર્ડ (BIS)એ 16 જૂનથી સોનાના ઘરેણાં ઉપર હોલમાર્કિંગ ફરજિયાત કર્યું છે. એટલે કે કોઈ પણ જ્વેલર્સ હોલમાર્કિંગ વગર સોનાના આભૂષણો વેચી શકશે નહીં. કેન્દ્ર સરકારે દોઢ વર્ષ અગાઉ હોલમાર્કિંગનો મુસદ્દો તૈયાર કરી દીધો હતો પરંતુ કોરોનાના કારણે તેને લાગુ કરવામાં મોડું થયું હતું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક રિપોર્ટ વાયરલ થયો છે. જેમાં લખવામાં આવ્યું છે સરકે હોલમાર્કિંગ જૂન 2022 સુધી મુલતવી રાખ્યું છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ મુજબ, એક પત્રની સાથે નકલી હેડલાઈનમાં કોવિડના કારણે હોલમાર્કિંગ જૂન 2022 સુધી રોકવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને કહ્યું કે, ભારત સરકાર દ્વારા 16 જૂન 2021થી હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા હોલમાર્કિંગની પ્રક્રિયાને સ્થગિત નથી કરવામાં આવી.
एक पत्र के साथ फ़र्ज़ी हैडलाइन जोड़कर यह दावा किया जा रहा है कि #कोविड के कारण हॉलमार्किंग जून 2022 तक रोका जा रहा है।#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) July 22, 2021
▶️ भारत सरकार द्वारा 16 जून, 2021 को हॉलमार्किंग अनिवार्य कर दी गई थी।
▶️ यहाँ पढ़ें: https://t.co/ngQ70d6nkK pic.twitter.com/k0qnH3TGwP
નવા નિયમો મુજબ હોલમાર્કિંગ વગરના ઘરેણાં અને આર્ટવર્ક વેચતા કોઈ જ્વેલર પકડશે તો તેને રૂ. 1 લાખ સુધીનો દંડ અથવા 1 વર્ષની જેલની સજા થઈ શકે છે. નિયમ મુજબ 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટની પ્યોરિટી વાળા સોનામાં હોલમાર્કિંગ કરવાનું રહેશે.
જાણકારોના કહેવા મુજબ અનેક કિસ્સામાં એવું બનતું હતું કે, વધુ કેરેટનું સોનું બતાવી અને ઓછા કેરેટનું સોનું વેચવામાં આવતું હતું. હોલમાર્કિંગ ફરજિયાત બનતા હવે ગ્રાહક પ્યોરિટીના મામલે છેતરાશે નહીં. જો કોઈ જ્વેલર્સ હોલમાર્કિંગના નિયમોમાં ગ્રાહક સાથે ખોટું કરે તો BISના નિયમ મુજબ તેણે ગ્રાહકને વાસ્તવિક દરના તફાવતની બમણી રકમ ચૂકવવી પડશે.





















