શોધખોળ કરો
Advertisement
Fact Check: 3 મહિના સુધી રાશન નહીં લેવાથી રદ્દ થઈ જશે રાશન કાર્ડ ? જાણો સરકારે શું કહ્યું
સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ત્રણ મહિના સુધી રાશન નહીં લેવાની સ્થિતિમાં રાશન કાર્ડ રદ્દ કરવાનો નિર્દેશ આપ્યો છે.
નવી દિલ્હીઃ રાશન કાર્ડને એક મહત્વનો પુરાવો માનવામાં આવે છે. દેશમાં 1 જૂનથી દેશમાં 'વન નેશન વન રાશન કાર્ડ' લાગુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાશન કાર્ડ હેઠળ મળનારા રાશનનો ઉપયોગ દેશના ગમે તે ખૂણામાંથી ઉઠાવી શકાય છે. રાશન કાર્ડથી સસ્તી કિંમત પર અનાજ મળે છે. વન નેશન, વન રેશનકાર્ડ લાગૂ થયા બાદ ગરીબી રેખા નીચે આવનારા લોકો સસ્તી કિંમત પર દેશના કોઈપણ ખુણામાંથી રાશન ખરીદી શકે છે.
જોકે હાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ત્રણ મહિના સુધી રાશન નહીં લેવાની સ્થિતિમાં રાશન કાર્ડ રદ્દ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ રિપોર્ટ વાયરલ થયા બાદ સરકારે સ્પષ્ટતા કરી હતી. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને કહ્યું- આ દાવો નકલી છે. કેન્દ્ર સરકારે આવો કોઇ દિશા નિર્દેશ આપ્યો નથી.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
Vastu Shastra: ઘરના કયા ખૂણામાં છુપાયેલું હોય છે સફળતાનું રહસ્ય, જાણો
રાજ્યમાં હજુ બે દિવસ રહેશે કોલ્ડવેવ, સતત બીજા દિવસે નલિયા 3.8 ડિગ્રી સાથે ઠંડુગાર
Farmers Protest: ભાજપના દિગ્ગજ નેતાએ ખેડૂત આંદોલનને આપ્યું સમર્થન, કહી આ મોટી વાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement