શોધખોળ કરો
બાબા રામદેવની દવાને કેન્દ્રના આ છ મુસ્લિમ વિજ્ઞાનીઓના કારણે મંજૂરી ના મળી ? આયુર્વેદના પ્રભાવને રોકવા રમાઈ રમત ? જાણો શું છે હકીકત ?
મેસેજ વાયરલ થયા બાદ લોકોએ કેન્દ્ર સરકાર અને આયુષ મંત્રાલય પર નિશાન સાધવાનું શરૂ કર્યું. બાદમાં ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ચ ચેક પર સ્પષ્ટતા કરવામાં આવી.

નવી દિલ્હીઃ પતંજલિએ દાવો કર્યો હતો કે, તેણે કોવિડ-19ની કારગાર દવા કોરોનિલ શોધી લીધી છે. ત્યાર બાદ આયુષ મંત્રાલયે બાબા રામદેવને આ દવાના પ્રચાર પ્રસાર પર પ્રતિબંધ લગાવી દીદો. હવે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આયુષ મંત્રાલયમાં દવાઓ પર રિસર્ચ અને એપ્રૂવલ આપનાર સાઇન્ટિફિક પેનલના મુસ્લિમ વૈજ્ઞાનિકોએ કોરોનિલ પર પ્રતિબંધ લગાવ્યો છે. એટલું જ નહીં, આ મેસેજમાં દવા પર પ્રતિબંધ લગાવનાર 6 મુસ્લિમ વૈજ્ઞાનિકોનું નામ પણ આપવામાં આવ્યં છે. ત્યાર બાદ આ મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આવો જાણી આ વાયરલ મેસેજનું સત્ય શું છે.
વાયરલ મેસેજમાં આયુષ મંત્રાલયમાં દવાઓ પર રિસર્ચ અને એપ્રૂવલ આપનાર સાઇન્ટિફિકિટ પેનલના ટોપ 6 સાઇન્ટિસ્ટોના નામ અસીમ ખાન, મુનાવર કાઝમી, ખાદીરુન નિશા, મકબૂલ અહમદ ખાન, આસિયા ખાનુમ, શગુફ્તા પરવીન આપવામાં આવ્યા છે.
ખુદ કેન્દ્રએ વૈજ્ઞાનિકોની યાદીને ગણાવી ખોટી
મેસેજ વાયરલ થયા બાદ લોકોએ કેન્દ્ર સરકાર અને આયુષ મંત્રાલય પર નિશાન સાધવાનું શરૂ કર્યું. બાદમાં ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ચ ચેક પર સરકારે ટ્વીટ કરીને કહ્યું કે, આયુષ મંત્રાલયમાં આવી કોઈ પેનલ નથી. આ ટ્વીટથી સ્પષ્ટ થાય છે કે, આયુષ મંત્રાલયમાં દવાઓની મંજૂરી આપનારી પેનલના સભ્યોના નામની યાદી ખોટી છે, જેને ખુદ કેન્દ્ર સરકારે ફગાવી દીધી છે.
રાજ્ય સરકાર જાહેર કરે છે આયુર્વેદિક દવાઓના લાઇસન્સ
આયુર્વેદિક દવાઓ માટે લાઈન્સ રાજ્ય સરકારોના આયુષ મંત્રાલય આપે છે. ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગના લાઈસન્સ ઓફિસર ડો. વાઇએસ રાવતે કોરોનિલ પર વિવાદ વધ્યા બાદ કહ્યું હતું કે, પતંજલિને ઉધરસ, તાવ ઠીક કરવા અને ઇમ્યૂનિટી વધારવાની દવા માટે લાઈસન્સ આપવામાં આવ્યા હતા. સાથે જ કહ્યું હતું કે, પતંજલિની અરજીમાં કોવિડ-19 મહામારીની દવા બનાવવાનો કોઈ ઉલ્લેખ ન હતો અને ન તેના માટે લાઈસન્સ આપવામાં આવ્યું છે.
વધુ વાંચો





















