શોધખોળ કરો
Advertisement
નોઈડા: પતિએ મેટ્રો ટ્રેન નીચે ઝંપલાવીને કરી આત્મહત્યા બાદમાં પત્નીએ પુત્રી સાથે ઘરમાં જ ખાધો ફાંસો
શુક્રવારે આશરે 12 વાગ્યે 33 વર્ષના જનરલ મેનેજર ભરત જેએ જવાહરલાલ નેહરૂ મેટ્રો સ્ટેશન પર મેટ્રો ટ્રેન સામે કુદી જીવ આપી દિધો હતો.
નોઈડા: રાજધાની દિલ્હીની નજીક નોઈડામાં એક હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં એક પરિવારે આત્મહત્યા કરી લીધી છે. વિદેશથી ભારત આવેલા એક વ્યક્તિએ સવારે દિલ્હીમાં મેટ્રો સામે ઝંપલાવી જીવ આપી દિધો હતો. બાદમાં પત્નીએ પાંચ વર્ષની દિકરી સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ચાની મોટી કંપનીમાં પતિ જનરલ મેનેજર હતો અને પત્ની ગૃહિણી હતી.
શુક્રવારે આશરે 12 વાગ્યે 33 વર્ષના જનરલ મેનેજર ભરત જેએ જવાહરલાલ નેહરૂ મેટ્રો સ્ટેશન પર મેટ્રો ટ્રેન સામે કુદી જીવ આપી દિધો હતો. સાંજે તેના પત્નિએ દિકરી સાથે આત્મહત્યા કરી લીધી હતી. ભરત જેનો પરિવાર નોઈડાના સેક્ટર 128માં જેપી પેવેલિયન કોર્ટ-8માં 701 નંબરના ફ્લેટમાં રહેતો હતો, જ્યાં પત્ની અને દિકરીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, પ્રારંભિક તપાસમાં પરિવારમાં કોઈ પ્રકારના તણાવ હોવાની વાત નથી ખબર પડી. પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી મા અને દિકરીના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર ભરત જે પોતાની પત્ની અને બાળક સાથે સપ્ટેમ્બર 2019માં ભારતમાં શિફ્ટ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement