શોધખોળ કરો
Farmers Protest: ટ્રેકટર રેલીમાં હિંસા બદલ કયા ખેડૂત નેતાઓ પર થયા કેસ? જાણો વિગત
દિલ્હી પોલીસે ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત સહિત અનેક ખેડૂત સંગઠનોના નેતાઓ સામે એફઆઈઆર નોંધી હતી

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર કૃષિ કાનૂના વિરોધમાં આંદોલન કર રહેલા ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. તમામ કોશિશ છતાં દિલ્હી પોલીસ ખેડૂતોને લાલ કિલ્લા સુધી ટ્રેક્ટર લઇને જતા રોકવામાં નિષ્ફળ રહી હતી. ખેડૂતોએ 15 ઓગસ્ટે જ્યાં પ્રધાનમંત્રી ધ્વજવંદન કરે છે ત્યાં પોતાનો ઝંડો ફરકાવ્યો હતો આ દરમિયાન અનેક જગ્યાએ હિંસા થઈ હતી. જેને લઈ ગઈકાલે દિલ્હી પોલીસ કમિશ્નરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ખેડૂત નેતાઓ સાથે શું વાતચીત થઈ હતી તેની માહિતી આપવામાં આવી હતી અને ક્યા ખેડૂતો નેતાઓ સામે ફરિયાદ નોંધી તે જણાવ્યું હતું.
દિલ્હી પોલીસે ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત સામે એફઆઈઆર નોંધી હતી. જની સામે કલમ 307 (હત્યાનો પ્રયાસ), 147 (દંગા) અને 353 અંતર્ગત એફઆઈઆર નોંધાઈ છે. રાકેશ ટિકૈત સહિત અનેક ખેડૂત નેતાઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ નેતાઓનું નામ ટ્રેક્ટર રેલી માટે કરેલી અરજીમાં છે અને અરજી પર તેમની સહી પણ છે.
દિલ્હી પોલીસ દ્વાર આપવામાં આવેલી ગાઇડલાઇનના ઉલ્લંઘન કરવા બદલ નોંધાયેલી એફઆઈઆરમાં અનેક ખેડૂત નેતાઓના નામ છે. ડો.દર્શનપાલ, જોગિંદર સહિં ઉગાહા, બૂટા સિંહ, બલબીર સિંગ રાજેવાલ, રાજેન્દ્ર સિંહ, યોગન્દ્ર યાદવ સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ખેડૂત નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ દિલ્હી પોલીસે એનઓસી આપી હતી. ટ્રેકટર રેલી દરમિયાન નિયમ તોડવાને લઇ પણ કેસ નોંધવામાં આવ્યો છે.
Shukra Gochar 2021: શુક્ર આજથી કરશે રાશિ પરિવર્તન, જાણો તમારા જીવન પર શું પડશે અસર
હાલોલમાં આઘાતજનક ઘટનાઃ બે બાઈકની ટક્કરમાં 5નાં મોત, જાણો શું થયેલું કે મોતનો આંકડો છે મોટો ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
Advertisement
