શોધખોળ કરો

હાલોલમાં આઘાતજનક ઘટનાઃ બે બાઈકની ટક્કરમાં 5નાં મોત, જાણો શું થયેલું કે મોતનો આંકડો છે મોટો ?

અકસ્માતમાં દોઢ વર્ષની બાળકી અને તેના માતા પિતાનું મોત નીપજયું હતું. મૃતક પરિવાર છોટાઉદેપુરના ચુલી ગામના હતો. જ્યારે મોતને ભેટેલા અન્ય બે યુવક હાલોલના તલાવડી ગામના હતા.

પંચમહાલઃ રાજ્યના રોડ રસ્તા પર યમરાજાના આંટા ફેરા વધી ગયા હોય તેમ જીવલેણ અકસ્માતોની ઘટના ઉત્તરોતર વધી રહી છે. હાલોલના છાજ દિવાળી પાસે બે બાઇક વચ્ચે ગઇકાલે અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા.  મૃતકમાં એક જ પરિવારના ત્રણ સભ્યો હતા. જેના કારણે મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. દોઢ વર્ષની બાળકી અને તેના માતા પિતાનું મોત નીપજયું હતું. મૃતક પરિવાર છોટાઉદેપુરના ચુલી ગામના હતો. જ્યારે મોતને ભેટેલા અન્ય બે યુવક હાલોલના તલાવડી ગામના હતા. ઘટનાની વાત કરીએ તો, હાલોલના છાજ દિવાળી પાસે  ગત રાત્રિના અંધારામાં બે બાઈકો સામસામે ધડાકાભેર અથડાતાં પાચં વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા.  બંને બાઇક ટક્કરની એટલી જોરદાર હતી કે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચાર લોકોને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ચારેય ઇજાગ્રસ્તના મોત થયા હતા. હાલોલના તલાવડી ખાતે ડામોર ફળિયામાં રહેતા વસંતભાઈ જીવણભાઈ બારીયા ઉં.34 તેમજ તલાવડી ખાતે નિશાળ ફળિયા પાછળ રહેતા અને તેમની માસીના દીકરા નરવતભાઈ ઉર્ફે ભીખાભાઈ પર્વતભાઈ બારીયા મંગળવારે પોતાની માસીના દીકરાના લગ્ન હોઈ હાલોલના જાલીયાકુવા ગામે બાઇક પર જાનમાં ગયા હતા. જ્યાં ખુશીથી લગ્ન પ્રસંગ પતાવી સાંજે વસંતભાઈ બાઈક પર માસીના દીકરા નરવતભાઈ સાથે તલાવડી તરફ આવવા નીકળ્યા હતા. દરમિયાન પાવાગઢ નજીક છાજદિવાળી ગામના પાટિયા પાસે શિવરાજપુર તરફથી પૂર ઝડપે આવતી બાઇક સામે ધડાકા સાથે અથડાતાં વસંતભાઈ અને નરવતભાઈ રોડ પર બાઇક સહિત પછડાયા હતા. જ્યારે સામેની બાઇકના ચાલક અરવિંદ માયાભાઈ રાઠવા ઉં.22 તેમજ તેમની પાછળ બાઈક પર બેસેલ તેમના પત્ની સુમિત્રાબેન રાઠવા ઉં.20 તેમજ તેમની દોઢ વર્ષીય પુત્રી હેમાક્ષી રહે. ડીમચી ફળિયું. ચુલી. તાલુકો પાવીજેતપુર, છોટાઉદેપુર પણ રોડ પર પછડાતાં વસંતભાઈ અને અરવિંદભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. બંને ચાલકોના મૃતદેહોને હાલોલ રેફરલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસથી તેમજ તલાવડી ખાતેથી જાલિયાકુવા ગામે જાનમાં આવેલ જાનૈયાઓ પણ દોડી આવ્યા હતા. જ્યારે તલાવડીના નરવતભાઈ ઉર્ફે ભીખાભાઈ, સુમિત્રાબેન અને દોઢ વર્ષીય પુત્રી હેમાક્ષીને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં 108 મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તાત્કાલિક વડોદરાની સયાજી ખાતે રવાના કરાયા હતા અને સારવાર દરમિયાન મોત થયું હતું. રાશિફળ 28 જાન્યુઆરીઃ આ 4 રાશિના જાતકોએ જોબ, કરિયર અને ધનના મામલે રહેવું પડશે સાવધાન, જાણો મેષથી મીન સુધી તમામ રાશિઓનું રાશિફળ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget