શોધખોળ કરો
દિલ્લીમાં ખેડૂતોને ભડકાવીને તોફાનો કરાવવાનો આરોપ મૂકાયો છે એ પંજાબી ગેંગસ્ટર લખ્ખા સિધાના કોણ છે ?
25 જાન્યુઆરીએ સિધાનાએ સિંઘુ બોર્ડર પર ખેડૂત આંદોલનમાં સ્ટેજ પર ચઢીને ગેંગસ્ટરે યુવાઓ ઈચ્છે છે તેવી જ પરેડ થશે તેમ કહ્યું હતું.

(ફાઈલ તસવીર)
નવી દિલ્લીઃ દિલ્લીમાં ગણતંત્ર દિવસ પર કૃષિ કાનૂના વિરોધમાં આંદોલન કર રહેલા ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. તમામ કોશિશ છતાં દિલ્હી પોલીસ ખેડૂતોને લાલ કિલ્લા સુધી ટ્રેક્ટર લઇને જતા રોકવામાં નિષ્ફળ રહી હતી. ખેડૂતોએ 15 ઓગસ્ટે જ્યાં પ્રધાનમંત્રી ધ્વજવંદન કરે છે ત્યાં પોતાનો ઝંડો ફરકાવ્યો હતો આ દરમિયાન અનેક જગ્યાએ હિંસા થઈ હતી. જેમાં પંજાબી ગેંગસ્ટર લખ્ખા સિધાના સામે પણ ફરિયાદ નોંધાઈ હતી.
કબડ્ડીનો રહી ચુક્યો છે ખેલાડી
પંજાબના ભઠિંડાના રહેવાસી લખ્ખા સિધાનાનું અંડરવર્લ્ડમાં મોટું નામ છે. તે બાદમાં રાજનીતિમાં આવ્યો અને સમાજસેવાના કામમાં લાગી ગયો હતો. તે કબડ્ડીનો ખેલાડી પણ રહી ચુક્યો છે. તેનું અસલી નામ લખબીર સિંહ છે. તે ડબલ એમએ છે. તેના પર હત્યા, હત્યાનો પ્રયાસ અને મારપીટના અનેક આરોપો લાગ્યા છે.
ચૂંટણીમાં થયો હતો જીવલેણ હુમલો
પંજાબના નાણામંત્રી મનપ્રીત બાદલે પહેલા પંજાબ પીપલ્સ પાર્ટી બનાવી હતી. આ પાર્ટી તરફથી સિધાના રામપુરા વિધાનસભાની ચૂંટણી લડ્યો હતો. જેમાં તેની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી. ચૂંટણી દરમિયાન તેના પર ફાયરિંગ પણ થયું હતું, જેમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બાદ સિધાનાએ અકાલીદળના મંત્રી પર આરોપ લગાવ્યા હતા.
પંજાબી ભાષાને બચાવવાનું હાલ કરે છે કામ
છેલ્લા થોડા વર્ષોથી તે પંજાબી સત્કાર કમિટી સાથે સંકળાઈને પંજાબી ભાષાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હાલ આ ગેંગસ્ટર પંજાબના યુવકોને મોટા પાયે તેની સાથે જોડી રહ્યો હતો. તેની બે મોંઘી લકઝરી કાર પણ છે. 25 જાન્યુઆરીએ સિધાનાએ સિંઘુ બોર્ડર પર ખેડૂત આંદોલનમાં સ્ટેજ પર ચઢીને યુવાઓ ઈચ્છે છે તેવી જ પરેડ થશે તેમ કહ્યું હતું.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ખેતીવાડી
ગુજરાત
Advertisement