Hun To Bolish : હું તો બોલીશ : કાના-ગોપાલની ચેલેન્જ
Hun To Bolish : હું તો બોલીશ : કાના-ગોપાલની ચેલેન્જ
મોરબીમાં છેલ્લા બે દિવસથી બિસ્માર રસ્તા, ડ્રેનેજની સમસ્યાને લઈને આંદોલન છેડાયું છે...સ્થાનિક લોકો ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ મુદ્દે રાજનીતિ રાજીનામા સુધી પહોંચી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગોપાલવાળી થશે તેવી ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ધમકી આપતા કાંતિ અમૃતિયાએ ખુલ્લી ચેલેન્જ આપી દીધી. કે ઈટાલિયામાં હિંમત હોય તો આવી જાય ચૂંટણી લડવા. આ ચેલેન્જને ગોપાલભાઈએ પણ સ્વીકારી લીધી છે...આવો સાંભળી લઈએ બંનેએ એકબીજાને આપેલી ચેલેન્જ
ઈસુદાન ગઢવીએ આ મુદ્દે પડકાર સ્વીકાર્યો છે. ઈસુદાન ગઢવીનું કહેવું છે કે, પહેલા કાંતિ અમૃતિયા રાજીનામું આપે ગોપાલભાઈ શું કામ રાજીનામું આપે. બેઠક ખાલી પડશે એટલે અમે ચૂંટણી લડીશું





















