Tariff News: ડોનાલ્ડ ટ્રમ્પે 22 દેશોને મોકલ્યા 'ટેરિફ પત્ર', જાણો કોના પર કેટલા ટકા લગાવ્યો ટેક્સ?
Tariff News: હાલ માટે 22 દેશોને ટ્રમ્પના પત્રો પ્રાપ્ત થયા છે, જેમાં અમેરિકાના પ્રમુખ સાથીઓ જાપાન અને દક્ષિણ કોરિયા, તેમજ ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે

Tariff News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ઘણા દેશોને એક નવા પત્ર મોકલ્યા હતા. જેમાં નવા વેપાર કરારની શ્રેણી હેઠળ તેમના પર લાગુ થનારા ટેરિફ દરોની રૂપરેખા આપવામાં આવી હતી. ફિલિપાઇન્સ, શ્રીલંકા, બ્રુનેઈ, અલ્જિરિયા, લિબિયા, ઇરાક, મોલ્દોવા અને બ્રાઝિલના નેતાઓને મોકલવામાં આવેલા પત્રોમાં 20 ટકાથી 50 ટકાની વચ્ચે ટેરિફ નક્કી કરવામાં આવ્યો છે, જે 1 ઓગસ્ટથી અમલમાં આવશે.
#BREAKING Trump announced Wednesday that a 50% tariff on US imports of copper, a key metal for green energy and other technologies, will take effect on August 1 pic.twitter.com/JAB09Bgf04
— AFP News Agency (@AFP) July 10, 2025
સોમવારે જાહેર કરાયેલા અગાઉના પત્રોની જેમ નવા ટેરિફ મોટાભાગે ટ્રમ્પે શરૂઆતમાં એપ્રિલમાં ધમકી આપેલા દરો સાથે સુસંગત છે, જોકે આ વખતે કેટલાક દેશોના ટેરિફમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ માટે 22 દેશોને ટ્રમ્પના પત્રો પ્રાપ્ત થયા છે, જેમાં અમેરિકાના પ્રમુખ સાથીઓ જાપાન અને દક્ષિણ કોરિયા, તેમજ ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે.
જાણો ક્યા દેશને કેટલા ટેરિફ લગાવાયો
શ્રીલંકા – 30 ટકા
લિબિયા – 30 ટકા
ઇરાક – 30 ટકા
અલ્જિરિયા – 30 ટકા
ફિલિપાઇન્સ – 20 ટકા
બ્રુનેઈ – 25 ટકા
મોલ્ડોવા – 25 ટકા
મ્યાનમાર – 40 ટકા
લાઓસ – 40 ટકા
કંબોડિયા – 36 ટકા
થાઇલેન્ડ – 36 ટકા
બાંગ્લાદેશ – 35 ટકા
સર્બિયા – 35 ટકા
ઇન્ડોનેશિયા – 32 ટકા
બોસ્નિયા અને હર્ઝેગોવિના – 30 ટકા
દક્ષિણ આફ્રિકા – 30 ટકા
જાપાન – 25 ટકા
કઝાકિસ્તાન – 25 ટકા
મલેશિયા – 25 ટકા
દક્ષિણ કોરિયા – 25 ટકા
ટ્યુનિશિયા – 25 ટકા
બ્રાઝિલ – 50 ટકા
વિશ્લેષકોએ નોંધ્યું છે કે એશિયન દેશો અત્યાર સુધી દસ્તાવેજોનું મુખ્ય લક્ષ્ય છે. પરંતુ બધાની નજર યુરોપિયન યુનિયન સહિત, જે મુખ્ય ભાગીદારોને હજુ સુધી આવા પત્ર મળ્યા નથી તેમની સાથે વાટાઘાટોની સ્થિતિ પર છે.
ટ્રમ્પ સરકારે અત્યાર સુધી ફક્ત બ્રિટન અને વિયેતનામ સાથે જ ટ્રેડ કરારો કર્યા છે. ચીન સાથે પણ ટેરિફ ઘટાડવા અંગેના કરારો થયા છે. ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે તેમની સરકાર યુરોપિયન યુનિયનને અપડેટેડ ટેરિફ રેટ સાથે પત્ર મોકલવાથી "કદાચ બે દિવસ" દૂર છે. તેઓ ખૂબ જ કઠોર છે, પરંતુ હવે તેઓ અમારી સાથે ખૂબ જ સારુ વર્તન કરી રહ્યા છે
યુરોપિયન યુનિયનના પ્રવક્તાએ કહ્યું હતું કે યુરોપિયન યુનિયન "આગામી દિવસોમાં" અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા માંગે છે અને સૈદ્ધાંતિક રીતે કરાર પર પહોંચવાની તૈયારી દર્શાવી છે. 27 દેશોના આ જૂથ માટે વેપાર નીતિનો હવાલો સંભાળનાર યુરોપિયન કમિશન 1 ઓગસ્ટ સુધી વાટાઘાટો ચાલુ રાખી શકે છે. યુરોપિયન યુનિયનને આશા છે કે ટ્રમ્પ તેમના માલસામાન પર 10 ટકા બેઝલાઇન ટેરિફ રાખશે, જેમાં વિમાન, સ્પિરિટ અને કોસ્મેટિક્સ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો માટે છૂટછાટ હશે.
ટ્રમ્પે મંગળવારે એમ પણ કહ્યું હતું કે તેઓ ડઝનબંધ અર્થતંત્રો પર હાઇ યુએસ ટેરિફ લાગુ કરવા માટે 1 ઓગસ્ટની સમયમર્યાદા લંબાવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે ઉભરતા બ્રિક્સ રાષ્ટ્રોના જૂથના સભ્યોને વધારાના 10 ટકા ટેરિફનો સામનો કરવો પડશે.





















