શોધખોળ કરો
Advertisement
Farmers Protests: કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટે બનાવેલી પેનલમાંથી કોણ થયું બહાર ? જાણો વિગત
દિલ્હીની સરહદ પર નવા કૃષિ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને 50 દિવસ થઈ ગયા છે. ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની માંગ પર અડગ છે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન યથાવત છે. તેની વચ્ચે સુપ્રીમ કોર્ટે કાયદાના અમલ પર સ્ટે મુકી ખેડૂતો સાથે વાતચીત માટે ચાર સભ્યની પેનલની રચના કરી છે. આ પેનલમાંથી પૂર્વ સાંસદ અને ભારતીય કૃષિ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ભૂપિન્દ્ર સિંહે પોતાનિું નામ પરત લઈ લીધું છે.
81 વર્ષીય ભૂપિન્દર સિંહ માનનું નામ સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી પેનલમાં સામેલ કરવામાં આવ્યા બાદ ખેડૂત સંગઠનોમાં પણ ભારે વિવાદ થયો હતો. એક નિવેદન જાહેર કરીને ભૂપિન્દ્ર સિંહે માને કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા પર ખેડૂત સંગઠનો સાથે વાતચીત શરુ કરવા માટે સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા તરફથી મને નોમિનેટ કરવા માટે આભાર વ્યક્ત કરું છું.
તેમણે કહ્યું કે, પોતાને એક ખેડૂત અને સંગઠન નેતા તરીકે ખેડૂત સંગઠનો અને સામાન્ય લોકોમાં ધારણાઓને જોતા હું પોતાને આ ઓફરના ત્યાગ કરવા માટે તૈયાર છું જે મને આપવામાં આવી છે. કારણ કે પંજાબ અને દેશના ખેડૂતોના હિતોની સાથે સમજૂતી નથી કરી શકતો. હું પેનલમાંથી પોતાનું નામ હટાવું છું અને હંમેશા ખેડૂતો અને પંજાબ સાથે ઊભો રહીશ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement