શોધખોળ કરો
Advertisement
પીએમ મોદીએ ક્યૂબાના નેતા ફિદેલ કાસ્ત્રોને અર્પી શ્રદ્ધાંજલિ, ગણાવ્યા- ‘ભારતના સારા મિત્ર’
નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે ક્યૂબાના નેતા ફિદેલ કાસ્ત્રોના નિધન પર શ્રદ્ધાંજલી આપતા તેમને 20મી સદીમાં ઈતિહાસ રચનાર હસ્તીઓમાંથી એક અને ભારતના સારા મિત્ર ગણાવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું, “ફિદેલ કાસ્ત્રોના નિધન પર હું ક્યૂબાની સરકાર અને જનતા પ્રતિ ઉંડી સંવેદના જાહેર કરું છું. હું તેમના આત્માને શાંતિ મળે તેના માટે પ્રાર્થના કરું છું.” તેમને કહ્યું, “ફિદેલ કાસ્ત્રો 20મી સદીની ઈતિહાસ રચનાર હસ્તીઓમાંથી એક હતા. ભારત પોતાના એક મહાન મિત્રના નિધન પર શોકગ્રસ્ત છે.”
મોદીએ કહ્યું કે ભારત દુ્ખની આ સમયમાં ક્યૂબાની સરકાર અને ત્યાંની જનતાની સાથે છે. ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ તથા સામ્યવાદી નેતા ફિદેલ કાસ્ત્રોનું 90 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું.
ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ અને કમ્યૂનિસ્ટ ક્રાંતિના નેતા ફિદેલ કાસ્ત્રોનું 90 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. ફિદેલ કાસ્ત્રોનો જન્મ 13 ઓગસ્ટ 1926માં થયો હતો. તે એક રાજનૈતિકજ્ઞ અને ક્રાંતિના પ્રાથમિક નેતાઓમાંથી એક હતા.
વર્ષ 2008માં પોતાના ભાઈ રાઉલને સત્તા સોંપ્યા પહેલા લગભગ અડધી સદી ફિદેલ કાસ્ત્રોએ ક્યૂબાની અંદર એક પાર્ટીના રૂપમાં રાજ કર્યું. કાસ્ત્રો 1959થી 1976ની વચ્ચે ક્યૂબાના પ્રધાનમંત્રી રહ્યા હતા. તેના પછી 1976થી 2008 એટલે કે 32 વર્ષ સુધી ક્યૂબાના રાષ્ટ્રપતિના પદ પર રહ્યા હતા. તેમને ફેબ્રુઆરી 2008માં પોતાના પદથી રાજીનામું આપી દીધું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement