શોધખોળ કરો
Advertisement
મુંબઇ: વિલે પાર્લે વિસ્તારમાં રહેણાંક બિલ્ડિંગમાં લાગી આગ
બિલ્ડિંગમાં કેટલાય લોકોના ફસાયા હોવાની આશંકા હતી. મુંબઇના ચીફ ફાયર ઓફિસરે જણાવ્યુ કે 4 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
મુંબઈ: મુંબઇના વિલે પાર્લે વેસ્ટ વિસ્તારમાં એક રહેણાક બિલ્ડિંગ લાભ શ્રીવલ્લીમાં આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ફાયર બ્રિગેડની 8-10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. બિલ્ડિંગની 13 માળની છે જેમાં 7માં અને 8માં ફ્લોર પર આગ લાગી હતી.
આગને લઈને કોઇપણ પ્રકારની જાનહાનીના સમાચાર નથી. બિલ્ડિંગમાં કેટલાય લોકોના ફસાયા હોવાની આશંકા હતી. મુંબઇના ચીફ ફાયર ઓફિસરે જણાવ્યુ કે 4 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
વિલે પાર્લે વેસ્ટ વિસ્તારની લાભ શ્રીવલ્લી બિલ્ડીંગમાં રવિવારે સાંજે 7:10 વાગ્યે આગ લાગી. થોડી જ વારમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion