શોધખોળ કરો
Advertisement
ઉત્તર પ્રદેશમાં લવ જિહાદનો વટહુકમ બહાર પડ્યા પછી પહેલો કેસ ક્યા મુસ્લિમ યુવક સામે નોંધાયો ? જાણો શું છે કિસ્સો ?
ઉલ્લેયનીય છે કે, યુપી સરકાર લવ જિહાદને લઈ અધ્યાદેશ લાવી છે, જેને રાજ્યપાલે શુક્રવારે મંજૂરી આપી દીધી છે. જેના બાદ શનિવારે દેવરનિયા પોલીસ સ્ટેશનમાં લવ જિહાદ પર પ્રથમ એફઆઈઆર નોંધાઈ છે.
બરેલી: ઉત્તર પ્રદેશમાં સરકારે લવ જિહાદનો વટહુકમ બહાર પાડ્યા બાદ પ્રથમ કેસ નોંધાયો છે. બરેલીમાં પોલીસે લવ જિહાદની પ્રથમ એફઆઈઆર નોંધી છે. પીડિત વિદ્યાર્થીના પિતાની ફરિયાદ પર દેવરનિયા પોલીસ મથકમાં ઉત્તર પ્રદેશ વિધિ વિરુદ્ધ ધર્મ પરિવર્તન નિષેદ અધિનિયમ 3/5ની ધારા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીની પર ધર્મ પરિવર્તનનું દબાણ કરી રહ્યો હતો.
ઉલ્લેયનીય છે કે, યુપી સરકાર લવ જિહાદને લઈ અધ્યાદેશ લાવી છે, જેને રાજ્યપાલે શુક્રવારે મંજૂરી આપી દીધી છે. જેના બાદ શનિવારે દેવરનિયા પોલીસ સ્ટેશનમાં લવ જિહાદ પર પ્રથમ એફઆઈઆર નોંધવામાં આવી છે.
પીડિત વિદ્યાર્થીના પિતાએ આરોપ લગાવ્યો છે કે, પ્રેમમાં ફસાવીને આરોપીએ તેમની દિકરી પર ધર્મ પરિવર્તનનો દબાણ બનાવ્યું છે. ઓરાપીએ વિદ્યાર્થીનીને પહેલા પોતાના પ્રેમ જાળમાં ફંસાવી અને એક વર્ષ પહેલા તેનું અપહરણ પણ કર્યું હતું. જેના બાદ પોલીસે વિદ્યાર્થીને મુક્ત કરાવી હતી. તેના બાદ પણ આરોપીએ વિદ્યાર્થીનીનો પીછો નથી છોડ્યો અને તેના પર ધર્મ પરિવર્તનનું દબાણ બનાવતો રહ્યો હતો.
જબરજસ્તી ધર્માંતરણને લઈ બરેલી પોલીસે પહેલી એફઆઈઆર નોંધી છે. ઉવેશ અહમદ નામના એક યુવક પર આરોપ છે કે, બીજા સમુદાયની વિદ્યાર્થીને લાલચ આપી જબરજસ્તી ધર્મ પરિવર્તિત કરાવવાનું દબાણ બનાવી રહ્યો છે. પીડિત વિદ્યાર્થીના પિતાની ફરિયાદ પર પોલીસે કેસ દાખલ કર્યો છે અને આરોપની તપાસ શરુ કરી દીધી છે. ઓરાપીની શોધખોળ ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement