શોધખોળ કરો
ઈલાહાબાદ: ‘મંદિર’ અંગે બે પરિવારોની જૂની અદાવત વકરી, પાંચ લોકોની હત્યા
![ઈલાહાબાદ: ‘મંદિર’ અંગે બે પરિવારોની જૂની અદાવત વકરી, પાંચ લોકોની હત્યા Five Members Of Two Families Died In Clash ઈલાહાબાદ: ‘મંદિર’ અંગે બે પરિવારોની જૂની અદાવત વકરી, પાંચ લોકોની હત્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/05/30155044/Allahabad-murder-580x395-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લખનૌ: ઈલાહાબાદમાં તદ્દન ક્ષુલ્લક બાબતમાં બે પક્ષો વચ્ચે મારામારી થતાં ફાયરિંગમાં એક સબ ઈંસપેક્ટર સહિત પાંચ લોકોના મોત થયા છે. આ ખૂની ખેલમાં સબ ઈંસપેક્ટરના પિતા અને એક રિટાયર અધિકારીએ જીવ ગુમાવ્યો છે. આ હુમલામાં ઘણા લોકોને ઈજા પણ પહોંચી છે. જેમાંથી એકની હાલત ગંભીર છે.
પોલીસે બંને પક્ષમાંથી અડધો ડઝન લોકોને કસ્ટડીમાં લીધા છે. જાણવા મળ્યું છે કે બંને પક્ષ વચ્ચે પેઢીઓથી અદાવત ચાલતી આવી છે. એક સાથે પાંચ લોકોની હત્યા થઈ હોવાને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. તણાવના પગલે પોલીસ સાથે પીએસી પણ તૈનાત કરવામાં આવી છે.
આ હુમલામાં મૃત્યુ પામનાર સબ ઈંસપેક્ટર સુરેશ પાંડે કાનપુરમાં ફરજ બજાવતો હતો. થોડા દિવસ રજા લઈને તે પોતાને ગામ ગયો હતો. ઈલાહાબાદથી લગભગ 55 કિમી દૂર કૌંધિયારા વિસ્તારમાં રિટાયર્ડ ઈંસપેક્ટર શિવસેવક પાંડે મંદિર બનાવડાવી રહ્યા રહ્યા. મંદિર બહારની જમીન અંગે શિવસેવકને પરિવારના સભ્યો સાથે વિવાદ ચાલી રહ્યો હતો.
સુરેશ પાંડે આ વિરોધી પરિવારમાં હતા. બંને પરિવારો પહેલા પણ દલીલો થઈ હતી. જેથી સુરેશ ઘરે આવ્યો હતો. આરોપ છે કરે રવિવારની સાંજે બંને પક્ષો વચ્ચે ફરી ઝઘડો થયો હતો. જેમાં સુરેશે પોતાની લાયસંસ રિવોલ્વરથી ગોળીબાર કર્યો હતો.
આ ફાયરિંગમાં શિવસેવક પાંડે અને તેના પરિવારના ત્રણ લોકોનું મૃત્યુ થયું છે. આ ઘટનાથી ઉશ્કેરાઈને શિવસેવકના પરિવારના બીજા સભ્યોએ સુરેશ પાંડે અને તેના પિતાને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
સબ ઈંસપેક્ટર તરફથી પણ ઘણા લોકોને ઈજા પહોંચી છે. પોલીસના જણાવ્યા મુજબ બંને પરિવારો વચ્ચે કેટલીય પેઢીઓથી અદાવત ચાલી આવતી હતી. આ અદાવતમાં 30 વર્ષ પહેલા પણ એક હત્યા થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)