શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: ગણતંત્ર દિવસ પર આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ, જૈશના પાંચ આતંકીઓની ધરપકડ
જૈશના આ આતંકીઓ 26 જાન્યુઆરીએ ગ્રેનેડ એટેકનું કાવતરું ઘડી રહ્યાં હતા. તેઓ હજરતબલ વિસ્તારમાં ગ્રેનેડ હુમલો કરવાની ફિરાકમાં હતા.
શ્રીનગર: જમ્મુ કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે જૈશના પાંચ આતંકીઓની ધરપકડ કરી છે. જૈશના આ આતંકીઓ 26 જાન્યુઆરીએ ગ્રેનેડ એટેકનું કાવતરું ઘડી રહ્યાં હતા. તેઓ હજરતબલ વિસ્તારમાં ગ્રેનેડ હુમલો કરવાની ફિરાકમાં હતા. આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ પણ મળી આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આતંકીઓ પાસેથી એક હથોડો, એક વૉકી ટૉકી, ત્રણ બેટરી, એક બેટરી ચાર્જર, એક ઑન ઓફ સ્વિચ, એક પાઉચ, ત્રણ પેકેટ વિસ્ફોટક સામગ્રી, એક બેગ, ચાર ટેપ રોલ અને એક અઢી લીટરની નિટ્રિક એસિડ બોટલ જપ્ત કરવામાં આવી છે. આ સિવા પોલીસને 143 જિલેટિન રૉડ્સ, સાત સેકેન્ડ્રી એક્સપ્લોસિવ, એક સાઈલેન્સર, 42 ડેટોનેટર્સ, એક સીડી ડ્રાઈવ સહિત અન્ય વસ્તુ મળી છે.
ધરપકડ કરાયેલા આતંકીઓમાં એઝાઝ અહમદ શેખ, ઉમર હમીદ શેખ, ઈમતીયાઝ અહમદ ચિકલા, સાહિલ ફારુક ગોઝરી અને નસીર અહમદ મીર સામેલ છે.J&K: 26 जनवरी पर हमले की साजिश नाकाम, जैश के पांच आतंकी गिरफ्तार, भारी मात्रा में विस्फोटक बरामदhttps://t.co/f6ucepzRbs
— ABP News (@ABPNews) January 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
સ્પોર્ટ્સ
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion