Flying Kiss Controversy: 'કિસ કરવી હશે તો છોકરીઓને કરશે પણ...' કોગ્રેસના મહિલા ધારાસભ્યનું શરમજનક નિવેદન
Flying Kiss Controversy: એક તરફ બીજેપી સાંસદોએ તેમની વિરૂદ્ધ ફરિયાદ કરી છે, તો બીજી તરફ કોંગ્રેસના મહિલા ધારાસભ્ય નીતુ સિંહે શરમજનક નિવેદન આપ્યું હતું
Flying Kiss Controversy: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ' ફ્લાઇંગ કિસ' વિવાદમાં ફસાયા છે. એક તરફ બીજેપી સાંસદોએ તેમની વિરૂદ્ધ ફરિયાદ કરી છે, તો બીજી તરફ કોંગ્રેસના મહિલા ધારાસભ્ય નીતુ સિંહે શરમજનક નિવેદન આપ્યું હતું. ગુરુવારે (10 ઓગસ્ટ) એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસના ધારાસભ્ય નીતુ સિંહે સ્મૃતિ ઈરાની પર આકરા પ્રહારો કર્યા હતા. અનેક વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ કરી હતી.
સવાલ ઉઠાવતા ધારાસભ્ય નીતુ સિંહે કહ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીનો સંપૂર્ણ વીડિયો જોયો છે. તેમાં કાંઇ નથી. તે સીટની સામે ઉભા રહીને બોલી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય નીતુ સિંહે કહ્યું કે રાહુલ ગાંધી પાસે છોકરીઓની કોઈ અછત નથી. જો તેમણે ફ્લાઈંગ કિસ આપવી જ હશે તો છોકરીઓને આપશે, 50 વર્ષની મહિલાને કેમ આપશો?
વિવાદ વધવાની શક્યતા
વિવાદાસ્પદ નિવેદન આપતા નીતુ સિંહે કહ્યું હતું કે જે મહિલા મિત્ર સ્મૃતિ ઈરાનીની મિત્ર હતી તેના પતિને લઇને સ્મૃતિ ઇરાની ભાગી ગઇ હતી અને બાદમાં લગ્ન કર્યા હતા. આ વાત કોઇનાથી છૂપાવેલી નથી. આવી મહિલા અમારા રાહુલ ગાંધી પર કટાક્ષ કરે છે. આવી મહિલાઓને તો પોતાને જ શરમ આવવી જોઇએ. નીતુ સિંહના આ નિવેદનથી રાજકીય વિવાદ વધે તેવી સંભાવના છે.
કોંગ્રેસ ધારાસભ્યએ વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી પર લગાવવામાં આવેલા આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. 2024માં સમજાઇ જશે કે ઇન્ડિયાની એકતા કેવી છે. નવાદાના સર્કિટ હાઉસમાં નીતુ સિંહે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં આ નિવેદન આપ્યું હતું. તેઓ હિસુઆના ધારાસભ્ય છે.
...તો એટલા માટે સ્મૃતિ ઈરાનીએ લગાવ્યો આરોપ?
ધારાસભ્ય નીતુ સિંહે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ પહેલા પોતાનામાં ડોકિયું કરવું જોઈએ અને પછી બીજા પર સવાલો ઉઠાવવા જોઈએ. મણિપુરમાં હિંસાના અવાજને દબાવવા માટે ભાજપ દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું છે. રાહુલ ગાંધીની છબીને કલંકિત કરતા મણિપુરના અવાજને દબાવવા માટે સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર જ આરોપ લગાવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે (9 ઓગસ્ટ, 2023) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે પોતાનું ભાષણ પૂરું કરીને સંસદની બહાર જતા સમયે રાહુલ ગાંધીએ મહિલા સાંસદોને નિશાન બનાવીને ફ્લાઈંગ કિસના ઈશારા કર્યા હતા. લોકસભામાં બોલતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મારી પહેલા જેમને અહીં બોલવાનો મોકો મળ્યો તેમણે આજે અનાદર દર્શાવ્યો છે. ભાષણ પૂરું કર્યા પછી તેણે અભદ્ર વર્તન કર્યું. તેમણે સંસદમાં ફ્લાઈંગ કિસ ફેંકી જેમાં મહિલાઓ પણ બેઠી છે.