શોધખોળ કરો
Advertisement
કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ-2 શરૂ, સૈન્યએ બનાવ્યું 21 આતંકીઓનું હિટ લિસ્ટ
નવી દિલ્હીઃ દક્ષિણ કાશ્મીરમાં નૌશેરા ગામમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ-કાશ્મીરના ચીફ દાઉદ અહમદ સલાફી અને ત્રણ અન્ય આતંકીઓને ઠાર માર્યા બાદ સુરક્ષા દળોની હિટ લિસ્ટમાં હવે 21 આતંકીઓ બચ્યા છે. સુત્રોના કહેવા પ્રમાણે, સુરક્ષાદળોએ 21 ટોચના આતંકીઓને ઠાર મારવા માટે ઓપરેશન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં 11 આતંકીઓ હિઝબુલ મુઝાહિદ્દીનના, સાત લશ્કર-એ-તૌયબાના અને 2 જૈશ-એ મોહમ્મદ અને એક આતંકી અસાર ગાજવત ઉલ હિંદના છે.
ઇન્ટેલિજન્સ એજન્સીઓને આ 21 આતંકીઓની વધુમાં વધુ માહિતી એકઠી કરવાનો આદેશ અપાયો છે. આ 21માંથી છ આતંકીને 'A++' કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જે આતંકીએ વધુ હિંસા ફેલાવવી હોય તેને આ કેટેગરીમાં રાખવામાં આવે છે. સુરક્ષાદળોના મતે આ 21 આતંકીઓને મારી નાખવામાં આવે છે તો રાજ્યમાં શાંતિનો માહોલ થઇ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
આરોગ્ય
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion