Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi passes away: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે. સુશીલ મોદી બિહારના ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. તે
Sushil Kumar Modi passes away: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે. સુશીલ મોદી બિહારના ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. તેઓ 72 વર્ષના હતા અને કેન્સરથી પીડિત હતા. બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ X પર પોસ્ટ કરીને તેમના નિધનની જાણકારી આપી અને શોક પણ વ્યક્ત કર્યો. તેમણે લખ્યું, 'બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી સુશીલ કુમાર મોદીને તેમના નિધન પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. બિહાર બીજેપી માટે આ એક અપુરતી ખોટ છે. ડેપ્યુટી સીએમ વિજય કુમાર સિન્હાએ પણ તેમના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી છે.
"Former Bihar Deputy CM Sushil Kumar Modi passes away ", tweets Vijay Kumar Sinha, Bihar Dy CM pic.twitter.com/ylPyOVMgyC
— ANI (@ANI) May 13, 2024
પર તેણે લખ્યું આ સમગ્ર ભાજપ સંગઠન પરિવાર તેમજ મારા જેવા અસંખ્ય કાર્યકર્તાઓ માટે ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ છે. તેમની સંસ્થાકીય કુશળતા, વહીવટી સમજ અને સામાજિક-રાજકીય વિષયો પરના તેમના ઊંડા જ્ઞાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે.
સુશીલ મોદીએ પોતે કેન્સર વિશે માહિતી આપી હતી
पिछले 6 माह से कैंसर से संघर्ष कर रहा हूँ । अब लगा कि लोगों को बताने का समय आ गया है । लोक सभा चुनाव में कुछ कर नहीं पाऊँगा ।
— Sushil Kumar Modi (मोदी का परिवार ) (@SushilModi) April 3, 2024
PM को सब कुछ बता दिया है ।
देश, बिहार और पार्टी का सदा आभार और सदैव समर्पित |
સુશીલ કુમાર મોદીએ 3 એપ્રિલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, "હું છેલ્લા 6 મહિનાથી કેન્સર સામે લડી રહ્યો છું. હવે મને લાગ્યું કે લોકોને કહેવાનો સમય આવી ગયો છે. હું લોકસભા ચૂંટણીમાં કંઈ કરી શકીશ નહીં. પીએમને બધુ જ જણાવી દીધુ છે. દેશ, બિહાર અને પાર્ટીનો સદા આભાર અને સદૈવ સમર્પિત.
આનાથી વધુ દુ:ખદ બીજું કંઈ ન હોઈ શકે - શાહનવાઝ હુસૈન
બીજેપી નેતા શાહનવાઝ હુસૈને કહ્યું, અમારા નેતા, મિત્ર, મોટા ભાઈ, આદરણીય સુશીલ કુમાર મોદીજી હવે આ દુનિયામાં નથી. ભાજપ પરિવારના આપણા બધા સભ્યો માટે આનાથી મોટું દુ:ખ અને દર્દ બીજું કોઈ ન હોઈ શકે. તેમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.