શોધખોળ કરો
Advertisement
દિલ્હીઃ BJPને લાગ્યો ઝટકો, હરિનગરથી ચાર વખત ધારાસભ્ય રહેલા હરશરણસિંહ AAPમાં સામેલ
આ અવસર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર રહ્યા હતા
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. હરિનગર બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા હરશરણ સિંહ બલ્લી આજે આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. આ અવસર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર રહ્યા હતા. તેમણે ટ્વિટ કરી હરશરણ સિંહ બલ્લીનું સ્વાગત કર્યું હતું.
કેજરીવાલે કહ્યું કે, દિલ્હી વિધાનસભામાં ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા દિલ્હીના વરિષ્ઠ નેતા હરશરણ સિંહ બલ્લીજીનું આપમાં દિલથી સ્વાગત છે. હરિશરણ સિંહ બલ્લીએ આપમાં સામેલ થવાથી હરિનગરથી ભાજપના ઉમેદવાર તેજેન્દ્રપાલ બગ્ગા માટે મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. આ બેઠક પરથી આપે રાજકુમારી ઢીલ્લોને જ્યારે કોગ્રેસે સુરેન્દ્ર સેઠીને ઉમેદવાર બનાવ્યા છે. દિલ્હીમાં આઠ ફેબ્રુઆરીના રોજ મતદાન થશે.
Delhi: Former state minister & BJP leader Harsharan Singh Balli joins Aam Aadmi Party in presence of CM Arvind Kejriwal & Deputy CM Manish Sisodia today. #DelhiElections2020 pic.twitter.com/i1eu2AaZGf
— ANI (@ANI) January 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement