(Source: Poll of Polls)
Oscar Fernandes Death: કોંગ્રેસના દિગ્ગજ નેતા Oscar Fernandesનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક
Oscar Fernandes Death ચાલુ વર્ષે સાત જુલાઈના રોજ યોગ કરતી વખતે પડી જતાં માથામાં ઈજાના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જે બાદ તેમની તબિયત બગડી હતી.
Oscar Fernandes Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કાર ફર્નાન્ડિઝનું સોમવારે કર્ણાટકની મંગલુરુ હોસ્પિટલમાં નિધન થયું હતું. ચાલુ વર્ષે સાત જુલાઈના રોજ યોગ કરતી વખતે પડી જતાં માથામાં ઈજાના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જે બાદ તેમની તબિયત બગડી હતી. ઓસ્કર ફર્નાન્ડીઝ યુપીએ સરકારમાં સડક અને પરિવર્તન, શ્રમ તથા રોજગાર મંત્રી રહી ચુક્યા છે.હાલ તેઓ રાજ્યસભા સાંસદ હતા. તેમની ગણતરી રાહુલ અને સોનિયા ગાંધીના નજીક તરીકે થતી હતી. તેમના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે.
કોંગ્રેસે ટવીટ કરીને શું લખ્યું
ઓસ્કર ફર્નાન્ડિઝના નિધન પર કોંગ્રેસે ટ્વીટ કરીને લખ્યું, તેમના નિધનથી અમને દુખ થયું છે. તેમના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે. કોંગ્રેસની રાજનીતિમાં તેમનો મોટો પ્રભાવ છે. કોંગ્રેસ પરિવારને તેમના દિશા અને માર્ગદર્શનની ખોટ સાલશે.
પ્રધાનમંત્રી મોદીએ શું કર્યું ટ્વીટ
PM મોદીએ નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું- રાજ્યસભા સાંસદ ઓસ્કર ફર્નાન્ડીઝના નિધનથી દુખી છું. આ દુખના સમયમાં મારી સંવેદના અને પ્રાર્થના તેમના પરિવાર તથા શુભચિંતકોની સાથે છે. તેમની આત્માને શાંતિ આપે.
યૂથ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાન્ડિઝના નિધન પર દુખ વ્યક્ત કરતા લખ્યું, એક મહાન કોંગ્રેસી નેતા ગુમાવી દીધા. યૂથ કોંગ્રેસે ટ્વીટર પર લખ્યું, વયોવૃદ્ધ કોંગ્રેસ નેતા ઓસ્કર ફર્નાન્ડીઝના નિધન અંગે સાંભળીને અમે વ્યથિત છીએ. અમે એક મહાન કોંગ્રેસી નેતા ગુમાવી દીધા છે. જે અમારા માટે ક્યારેય ન પૂરી શકાય તેવી ક્ષતિ છે. દિવંગત આત્માને શાંતિ મળે અને પરિવાર તથા પ્રિયજનો પ્રત્યે અમારી સંવેદના.
Former Union Minister and senior Congress leader Oscar Fernandes passes away, tweets Congress party. pic.twitter.com/p7YnCY8wRi
— ANI (@ANI) September 13, 2021