શોધખોળ કરો
Advertisement
વાજપેયીની અત્યંત નજીકના ભાજપના દિગ્ગજ નેતાનું નિધનઃ નાણાં-સંરક્ષણ-વિદેશ એ ત્રણ-ત્રણ મહત્વનાં ખાતાં સંભાળેલાં
વાજપેયી સરકારમાં નાણાં, સંરક્ષણ અને વિદેશ એમ ત્રણ-ત્રણ મહત્વના હોદ્દા તેમણે સંભાળ્યા હતા.
નવી દિલ્લીઃ અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહેલા જસવંત સિંહનું રવિવારે નિધન થયું છે. 82 વર્ષના જસવંતસિંહ લાંબા સમયથી બીમાર હતા. ઈન્ડિયન આર્મીમાંથી રાજકારણમાં આવેલા જસવંત સિંહની ગણના વાજપેયીની અત્યંત નજીકના નેતા તરીકે થતી હતી.
વાજપેયી સરકારમાં નાણાં, સંરક્ષણ અને વિદેશ એમ ત્રણ-ત્રણ મહત્વના હોદ્દા તેમણે સંભાળ્યા હતા. રાજસ્થાનના રાજપૂત પરિવારમાંથી આવનતા જસવંત સિંહ 1980થી 2014 દરમિયાન રાજ્યસભામાં પાંચ વાર ચૂંટાયા હતા અને લોકસભામાં ચાર વાર ચૂંટાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંહને શ્રધ્ધાંજલિ આપતાં ટ્વિટ કર્યું કે, તેમને અલગ પ્રકારની રાજકારણ માટે હમેશાં યાદ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રાઇમ
Advertisement