શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમિત શાહના નામે ફોન કરીને પાર્ટી ફંડ માટે હરિયાણાના મંત્રી પાસે માંગ્યા ત્રણ કરોડ
હરિયાણા સરકારના મંત્રી રંજીત સિંહને એક એપ દ્વારા કોલ કરીને અમિત શાહના નામે પાર્ટી ફંડના નામે 3 કરોડ રૂપિયા માંગ્યા હતા.
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામે છેતરપિંડી કરવાનો ખુલાસો થયો છે. હરિયાણા સરકારના મંત્રી રંજીત સિંહને 20 ડિસેમ્બરે એક એપ દ્વારા કોલ કરીને અમિત શાહનું નામ લઈને પાર્ટી ફંડના નામે 3 કરોડ રૂપિયા માંગ્યા હતા. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ મામલે 2 લોકોની ધરપકડ કરી છે.
જ્યારે પોલીસે આ અંગે તપાસ કરી ત્યારે ખબર પડી કે અમિત શાહના ઘરેથી કોઈ ફોન કરવામાં આવ્યો નથી. જો કે આ બન્ને લોકોની ભૂમિકા અંગે કોઈ ખુલાસો થયો નથી.
દિલ્હી પોલીસે આ મામલે જગતાર સિંહ અને ઉપકાર સિંહ નામના બે વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આ બન્નેની પૂછપરછ ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion