OMG: નહિ જોઇ હોય દુલ્હનની આવી વિદાય, જબરદસ્તી બેસાડી ડોલીમાં, જુઓ વીડિયો
Viral Video: હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે, મેરેજ સેરેમનીના અલગ અલગ વીડિયો, રીલ વાયરલ થતી જોવા મળે છે પરંતુ હાલ એક દુલ્હનની વિદાયનો વીડિયો વાયરલ થયો છે. આ અનોખી વિદાય જોઇને આપ હસવાનું નહિ રોકી શકો.

Viral Video: વીડિયોમાં, કન્યાનો પરિવાર અને સાસરિયાં તેને બળજબરીથી પોતાના ખભા પર અને ખોળામાં લઈ જઈ રહ્યા છે, પરંતુ એકલી કન્યા તે બધા પર કાબુ મેળવી રહી છે. કન્યા રડી રહી છે. આ વીડિયો વાયરલ થયો છે.
સામાન્ય રીતે લગ્નની વિધિમાં કન્યાની વિદાય એક ભાવનાત્મક માહોલ ઉભો કરે છે પરંતુ હાલ જે વિદાયનો વીડિયો સામે આવ્યો છે. તે જોઇને આપ હસવાનું રોકી નહિ શકો. આ વીડિયોમાં દુલ્હન સ્કૂલે જબરદસ્તી મોકલાતા બાળકની જેમ વર્તન કરી રહી છે. કન્યાને તેના પરિવાર અને પાડોશના લોકો પકડીને, તેડીને, ઉપાડીને ડોલીમાં બેસાડવાનો પ્રયાસ કરે છે પરંતુ કન્યા જવા તૈયાર જ ન હોય તેવા ધમપછાડા કરે છે. દુલ્હનનું આ વિચિત્ર બાળક જેવું વર્તન ખરેખર આશ્ચર્યજનક છે. આ વીડિયો જોઇને લોકો જુદી -જુદી કમેન્ટ કરી રહ્યાં છે અને વીડિયોને શેર કરી રહ્યાં છે અને મીમ્સ બનાવવામાં વ્યસ્ત છે.
View this post on Instagram
વિદાય સમારોહ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો
સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં લગ્ન સમારંભ પછી દુલ્હનની વિદાય દર્શાવવામાં આવી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, દુલ્હનને ઘણા લોકો ઉપાડી રહ્યા છે, અને તે રડતી અને કૂદતી ભાગતી જોવા મળે છે. તેનો એકમાત્ર આગ્રહ છે કે તે તેના પરિવારને છોડીને તેના સાસરિયાના ઘરે જવા માંગતી નથી. દુલ્હનના રડવાનો અવાજ એટલો આઘાતજનક હતો કે તેનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો.
કન્યાની વિદાયમાં પાડોશી પરિવારનો પરસેવો છૂટી ગયો
વીડિયોમાં, પરિવાર અને સાસરિયાં બળજબરીથી કન્યાને પોતાના ખભા અને ખોળામાં લઈ જઈ રહ્યા છે, પરંતુ એકલી કન્યા બધા પર ભારે પડી રહી છે. કન્યા રડી રહી છે અને ન જવાની જીદ કરી રહી છે પરંતુ પરિવારના મનમાં એક જ ધ્યેય છે, દીકરીને કારમાં બેસાડીને તેના સાસરિયાંના ઘરે મોકલવાનો. આ વીડિયો હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે, અને યુઝર્સ તેને જોયા પછી પોતાનું હાસ્ય રોકી શકતા નથી.





















