શોધખોળ કરો

G20 Summit: જમ્મુ કાશ્મીરમાં પ્રિતિનિધિઓ દાલ સરોવરમાં શિકારા રાઈડની મજા માણી, જુઓ વીડિયો

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે કડક સુરક્ષા વચ્ચે G20 સમિટ શરૂ થઈ છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે લગભગ 25 દેશોના પ્રતિનિધિઓ આવી રહ્યા છે.

G-20 Summit: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે કડક સુરક્ષા વચ્ચે G20 સમિટ શરૂ થઈ છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે લગભગ 25 દેશોના પ્રતિનિધિઓ આવી રહ્યા છે. કોન્ફરન્સમાં હાજરી આપતી વખતે  કેટલાક પ્રતિનિધિઓએ શ્રીનગરના દાલ સરોવરમાં શિકારાની સવારીનો આનંદ માણ્યો હતો. તમને જણાવી દઈએ કે 2019માં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થયા બાદ આ પ્રથમ મોટો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે.  

શ્રીનગરમાં કડક સુરક્ષા વચ્ચે G-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની ત્રણ દિવસીય બેઠક મળશે. શ્રીનગરના ડાલ સરોવરના કિનારે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત બેઠકમાં વિવિધ રાષ્ટ્રોના 60 કરતા પણ વધારે પ્રતિનિધિઓ ભાગ લેશે. ડાલ સરોવરની સુરક્ષા માર્કોસ કમાન્ડો દ્વારા કરવામાં આવી રહી છે.

આ બેઠકને માટે લાલચોક સહિત અનેક વિસ્તારોમાં NSG કમાન્ડોએ ધામા નાખ્યા છે. ડાલ સરોવરના કિનારે બુલેવાર્ડ રોડ પર ત્રણ દિવસ સુધી વાહનવ્યવહાર પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બોર્ડરથી નિયંત્રણ રેખા સુધી એલર્ટ છે. કઠુઆ, સાંબા, જમ્મુ, રાજોરી, પુંછ, બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરાના સરહદી જિલ્લાઓમાં જવાનોને IB અને LoC પર વધુ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

જી-20માં ભાગ લેનારા પ્રતિનિધિઓ આ સ્થળોની લેશે મુલાકાત

G-20માં હાજરી આપનાર પ્રતિનિધિઓ પરી મહેલ, અને મુગલ ગાર્ડનની મુલાકાત લેશે. આ સાથે તેઓ પોલો વ્યુ માર્કેટની પણ મુલાકાત લેશે જેનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર અને જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રને આશા છે કે આ આયોજનથી જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવામાં મદદ કરશે. 

કોન્ફરન્સના પ્રથમ દિવસે પ્રતિનિધિઓ બપોરે SKICC ખાતે પહોંચશે. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ક્રાફ્ટ બજારમાં સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શનમાં પ્રતિનિધિઓને જોવાની તક મળશે. બીજા દિવસે આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક જાળવણી માટે ફિલ્મ ટુરિઝમ પર સેશન હશે જેથી ફિલ્મ ટુરીઝમને પ્રોત્સાહન મળી શકે. આ સાથે ઈકો ટુરીઝમ પર અલગ સેશન પણ યોજાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget