G20 Summit 2023 Live Updates: કડક સુરક્ષા વચ્ચે શ્રીનગરમાં G-20ની બેઠક શરુ, રામ ચરણે નાટુ નાટુ પર કર્યો ડાંસ
G20 Summit Srinagar: શ્રીનગરના ડાલ સરોવરના કિનારે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત બેઠકમાં વિવિધ રાષ્ટ્રોના 60 કરતા પણ વધારે પ્રતિનિધિઓ ભાગ લેશે.
Background
G20 Summit Jammu Kashmir: આજથી શ્રીનગરમાં કડક સુરક્ષા વચ્ચે G-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની ત્રણ દિવસીય બેઠક શરૂ થશે. શ્રીનગરના ડાલ સરોવરના કિનારે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત બેઠકમાં વિવિધ રાષ્ટ્રોના 60 કરતા પણ વધારે પ્રતિનિધિઓ ભાગ લેશે. ડાલ સરોવરની સુરક્ષા માર્કોસ કમાન્ડો દ્વારા કરવામાં આવી રહી છે.
આ બેઠકને માટે લાલચોક સહિત અનેક વિસ્તારોમાં NSG કમાન્ડોએ ધામા નાખ્યા છે. ડાલ સરોવરના કિનારે બુલેવાર્ડ રોડ પર ત્રણ દિવસ સુધી વાહનવ્યવહાર પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બોર્ડરથી નિયંત્રણ રેખા સુધી એલર્ટ છે. કઠુઆ, સાંબા, જમ્મુ, રાજોરી, પુંછ, બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરાના સરહદી જિલ્લાઓમાં જવાનોને IB અને LoC પર વધુ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.
G20 મીટિંગ માટે સરકારે પસંદ કરેલ શ્રેષ્ઠ સ્થાનઃ રામ ચરણ
J&K ના શ્રીનગરમાં G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપમાં સામેલ થયેલા અભિનેતા રામ ચરણે કહ્યું, અમે કાશ્મીરને પ્રેમ કરીએ છીએ. તે એક સુંદર સ્થળ છે. G20 મીટિંગ માટે સરકારે પસંદ કરેલ શ્રેષ્ઠ સ્થાન છે.
આ બેઠકથી કાશ્મીરમાં રોજગારીની તકો વધશેઃ G20 શેરપા અમિતાભ કાંત
G20 શેરપા અમિતાભ કાંતે કહ્યું, આ G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિનો સંદેશ ફેલાવશે. જેમાં પર્યટન મુખ્ય પ્રેરક છે, ખાસ કરીને સંસ્કૃતિ અને ફિલ્મ નિર્માણ માટે. આ બેઠકનું આવશ્યક પાસું કાશ્મીરમાં વધુ અને વધુ રોજગાર સર્જન તરફ દોરી જશે.





















