Gandhi Jayanti: PM મોદીએ રાજઘાટ જઈને બાપુને આપી શ્રદ્ધાંજલિ, ટ્વીટ કરીને કહી આ વાત
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, મહાત્મા ગાંધીનું જીવન દરેક પેઢીને પ્રેરિત કરશે. પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ તેમની જયંતી પર નમન કર્યું.
નવી દિલ્હીઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જયંતીના અવસર પર આજે પ્રધાનમંત્રી મોદીએ રાજઘાટ પર જઈને શ્રદ્ધાંજલિ આપી.. આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, મહાત્મા ગાંધીનું જીવન દરેક પેઢીને પ્રેરિત કરશે. પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ તેમની જયંતી પર નમન કર્યું.
પીએમ મોદીએ કહ્યું, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મ જયંતી પર વિનમ્ર શ્રદ્ધાંજલી. પૂજ્યું બાપુનું જીવન અને આદર્શ દરેક પેઢીને કર્તવ્ય પથ પર ચાલવા માટે પ્રેરિત કરશે.
#WATCH Prime Minister Narendra Modi pays floral tributes to Mahatma Gandhi at Rajghat on #GandhiJayanti pic.twitter.com/GE63jP2Nhe
— ANI (@ANI) October 2, 2021
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલી આપી હતી.
#WATCH President Ram Nath Kovind pays tribute to Mahatma Gandhi at Rajghat on his 152nd birth anniversary pic.twitter.com/kMA7U1JLAu
— ANI (@ANI) October 2, 2021
ગાંધી જયંતીના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા તથા પૂજ્ય બાપુને ભાવસભર સત્ય અને અહિંસાના પૂજારી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ૧૫૨ માં જન્મદિવસ પર તેઓની દિવ્યચેતનાને નતમસ્તક વંદન કરું છું.આપણે સૌ પૂજ્ય બાપુના સત્ય અને અહિંસા જેવા સદ્દગુણોને જીવનમાં અનુસરીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ.
ગાંધી જયંતીના અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા તથા પૂજ્ય બાપુને ભાવસભર અંજલિ આપીને કૃતજ્ઞતા વ્યકત કરી હતી. pic.twitter.com/onckzJWPqb
— CMO Gujarat (@CMOGuj) October 2, 2021