શોધખોળ કરો
Advertisement
J&Kના ઉપ-રાજ્યપાલ પદેથી રાજીનામુ આપ્યા બાદ જીસી મુર્મૂને મળ્યુ આ મોટુ પદ, હવે નિભાવશે આ જવાબદારી
ગિરીશ ચંદ્ર મુર્મૂના રાજીનામુ એવા દિવસે આવ્યુ હતુ, જ્યારે જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપનારા બંધારણની કલમ 370ના ખાસ જોગવાઇઓને સમાપ્ત કરવાને એક વર્ષ પુરુ થયુ છે
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ પદ પરથી રાજીનામુ આપ્યાના એક દિવસ બાદ જીસી મુર્મૂને નવા કમ્પટ્રૉલર એન્ડ એડિટર જનરલ (CAG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સંબંધમાં કેન્દ્ર સરકારે નૉટિફિકેશન જાહેર કર્યુ છે. જીસી મુર્મૂ મહર્ષિની જગ્યા લેશે.
ગિરીશ ચંદ્ર મુર્મૂના રાજીનામુ એવા દિવસે આવ્યુ હતુ, જ્યારે જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપનારા બંધારણની કલમ 370ના ખાસ જોગવાઇઓને સમાપ્ત કરવાને એક વર્ષ પુરુ થયુ છે.
જીસી મુર્મૂની જગ્યા કેન્દ્રીય મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા મનોજ સિન્હાને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. સિન્હા શ્રીનગર પહોંચી ચૂક્યા છે, અને તે શુક્રવારે શપથ લેશે.
ગુજરાત કેડરના 60 વર્ષીય પૂર્વ આઇપીએલ અધિકારીએ ગયા વર્ષે 29 ઓક્ટોબરે આ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રથમ એલજી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જીસી મુર્મૂ તેના મુખ્ય સચિવ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે.
1985 બેન્ચના આઇપીએલ અધિકારી જીસી મુર્મૂ ઉપ રાજ્યપાલના પદ પર નિયુક્તિના સમયે નાણાં મંત્રાલાયમાં સચિવ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion