Singer Bhupinder Singh Died: જાણીતા ગઝલ ગાયક ભૂપિન્દર સિંહનું નિધન, ઘણા સમયથી બીમાર હતા
જાણીતા ગઝલ ગાયક ભૂપિન્દર સિંહનું નિધન થયું છે. મુંબઈની હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમણે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.
Singer Bhupinder Singh Died: જાણીતા ગઝલ ગાયક ભૂપિન્દર સિંહનું નિધન થયું છે. મુંબઈની હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમણે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેની પત્ની મિતાલી સિંહે આ વાતની પુષ્ટિ કરી છે.
Veteran singer Bhupinder Singh dies at Mumbai hospital, says wife Mithali Singh
— Press Trust of India (@PTI_News) July 18, 2022
ભૂપિન્દર સિંહ એક પ્રખ્યાત ભારતીય સંગીતકાર અને મુખ્યત્વે ગઝલ ગાયક હતા. તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ કર્યું છે. તેમણે કિશોર કુમાર અને મોહમ્મદ રફી સાથે કેટલાક લોકપ્રિય યુગલ ગીતો ગાયા છે. ભૂપિન્દર સિંહને 'મૌસમ', 'સત્તે પે સત્તા', 'આહિસ્તા આહિસ્તા', 'દૂરિયાં', 'હકીકત' અને બીજી ઘણી ફિલ્મોમાં તેમના યાદગાર ગીતો માટે યાદ કરવામાં આવે છે.
તેમના કેટલાક પ્રખ્યાત ગીતો છે 'હોકે મજબૂર મુઝે, ઉસે બુલાયા હોગા', (મોહમ્મદ રફી, તલત મહેમૂદ અને મન્ના ડે સાથે), 'દિલ ઢૂંઢતા હૈ', 'દુકી પે દુકી હો યા સત્તે પે સત્તા', ( ઘણા ગાયકો) અન્યા ઘણા છે.