શોધખોળ કરો

"આ સોસાયટીમાં મુસ્લિમો ક્યારથી આવવા લાગ્યા?" ઉર્દુ શિક્ષક પાસે જય શ્રીરામ બોલાવવાનો પ્રયાસ, વિરોધ કરતાં લિફ્ટમાંથી ધક્કો મારી દીધો

Ghaziabad Crossing Republik: ગાઝિયાબાદના ક્રોસિંગ રિપબ્લિક વિસ્તારમાં એક ઉર્દુ શિક્ષક સાથે અભદ્ર વર્તનનો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષક પાસે જબરદસ્તીથી જય શ્રીરામ બોલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Ghaziabad Crossing Republik: ગાઝિયાબાદના ક્રોસિંગ રિપબ્લિક વિસ્તારમાં એક ઉર્દુ શિક્ષક સાથે અભદ્ર વર્તનનો કિસ્સો સામે આવ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં શિક્ષક પાસે જબરદસ્તીથી જય શ્રીરામ બોલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પીડિતે વિરોધ કરતાં તેમને લિફ્ટમાંથી ધક્કો મારી દેવામાં આવ્યો હતો. મામલાની જાણકારી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીની ધરપકડ કરી લીધી છે. સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ મામલે ઘણી નારાજગી વ્યક્ત કરી છે.

આ છે સંપૂર્ણ મામલો

પોલીસ અનુસાર, આ સમગ્ર ઘટના ક્રોસિંગ રિપબ્લિકની પંચશીલ વેલિંગ્ટન સોસાયટીની છે. અહીં મોહમ્મદ આલમગીર નામના એક ઉર્દુ શિક્ષક ભણાવવા માટે ગયા હતા. તેમણે જણાવ્યું કે તેઓ સોસાયટીમાં ટ્યુશન ભણાવવા ગયા હતા. જ્યારે તેઓ વેઇટિંગ એરિયામાં લિફ્ટની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ત્યાં મનોજ કુમાર નામનો એક રહેવાસી આવ્યો અને તેમને ઊંધું ચત્તું કહેવા લાગ્યો.

રહેવાસીએ આવી વાતો કરી

પીડિતે પોલીસને જણાવ્યું કે સૌથી પહેલા મનોજ તેમને અજીબ રીતે તાકવા લાગ્યો. ત્યારબાદ તેણે પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો. આલમગીરે સોસાયટીના 16મા માળે અરબી ભણાવવા જવાની માહિતી આપી તો મનોજ તેમની પાસે જય શ્રીરામ બોલવા માટે દબાણ કરવા લાગ્યો. શિક્ષકે તેને અવગણ્યો, પરંતુ તેણે પીછો છોડ્યો નહીં અને મહેણાં મારવા લાગ્યો. શિક્ષકે જણાવ્યું, 'હું તેની હરકતો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, પરંતુ મેં કંઈ કહ્યું નહીં. જ્યારે પહેલા માળે લિફ્ટ રોકાઈ ત્યારે તેણે મને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. ત્યારબાદ તેણે બીજા રહેવાસીને કહ્યું કે મુસ્લિમો ક્યારથી આવવા લાગ્યા આ સોસાયટીમાં?'

બીજા રહેવાસીએ પણ કરી બદતમીઝી

પોલીસ અનુસાર, પીડિતે જણાવ્યું કે લિફ્ટમાં હાજર બીજા રહેવાસીએ પણ તેમની સાથે બદતમીઝી કરી અને તેમને 16મા માળે જતા રોક્યા. જોકે, અન્ય લોકોએ આ મામલામાં હસ્તક્ષેપ કર્યો અને પરિસ્થિતિનો હવાલો આપતા ત્યાંથી જવા માટે કહી દીધું. ત્યારબાદ આલમગીરે પોતાના વિદ્યાર્થીના માતા પિતાને કૉલ કરીને મામલાની જાણકારી આપી. ત્યારબાદ મનોજે ફરીથી એકવાર જય શ્રીરામ કહેવા માટે દબાણ કર્યું. પીડિતના જણાવ્યા અનુસાર, જ્યારે તેમણે કોઈ જવાબ ન આપ્યો તો બાકીના રહેવાસીઓ તેમને ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ ગયા અને બદતમીઝી કરવા લાગ્યા. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ અને અન્ય રહેવાસીઓએ શિક્ષકનો નંબર લઈ લીધો. સાથે જ, તેમને સોસાયટીમાંથી જવા માટે કહી દીધું.

પોલીસે આપી આ માહિતી

વેવ સિટી એસીપી લિપિ નાગાયચે જણાવ્યું કે આ મામલામાં મનોજ કુમાર વિરુદ્ધ FIR નોંધી લેવામાં આવી છે. મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે મનોજ નશામાં હતો. આરોપીએ જણાવ્યું કે તેણે શિક્ષકને કેટલાક સવાલો પૂછ્યા હતા, જેનો તેમણે જવાબ આપ્યો નહીં. આનાથી તે ભડકી ગયો. પોલીસે આરોપીને અદાલતમાં રજૂ કર્યો, ત્યારબાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો.

સોશિયલ મીડિયા યુઝર્સે પણ વ્યક્ત કરી નારાજગી

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આવા જ લોકો સમાજનું વાતાવરણ બગાડી રહ્યા છે. આના કારણે બે સમુદાયો વચ્ચે ખાઈ વધતી જઈ રહી છે, જેનું પરિણામ આખા દેશને ભોગવવું પડે છે. એક અન્ય યુઝરે તો કહ્યું કે આરોપી વ્યક્તિને જ સોસાયટીમાંથી કાઢી મૂકવો જોઈએ.

આ પણ વાંચોઃ

લોરેન્સ બિશ્નોઈના એનકાઉન્ટરની માંગ કરનાર ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવત સાથે મારામારી! જાણો વાયરલ વીડિયોનું સત્ય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vav Assembly By Elections 2024: ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
"આ સોસાયટીમાં મુસ્લિમો ક્યારથી આવવા લાગ્યા?" ઉર્દુ શિક્ષક પાસે જય શ્રીરામ બોલાવવાનો પ્રયાસ, વિરોધ કરતાં લિફ્ટમાંથી ધક્કો મારી દીધો
સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે
સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav Bypoll Election: ઉમેદવારના નામની જાહેરાત પહેલા જ કોંગ્રેસ કકળાટ, ઠાકરસીના વ્યંગAmbalal Patel: શિયાળામાં વધારે માવઠા થશે...નવેમ્બરમાં ફુંકાશે ભારે પવન; મોટી આગાહી | Abp AsmitaVav Bypoll Election: કોંગ્રેસના ઉમેદવારને લઈને સૌથી મોટા સમાચાર, ગેનીબેન સાથે છે આ કનેક્શનAhmedabad-Mumbai Bullet Train :અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav Assembly By Elections 2024: ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
'રબારી સમાજને કોઇ નબળો ના સમજે...' -કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઠાકરશીના પાર્ટી પર વ્યંગ
"આ સોસાયટીમાં મુસ્લિમો ક્યારથી આવવા લાગ્યા?" ઉર્દુ શિક્ષક પાસે જય શ્રીરામ બોલાવવાનો પ્રયાસ, વિરોધ કરતાં લિફ્ટમાંથી ધક્કો મારી દીધો
સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે
સ્પેનિશ વડાપ્રધાનની મુલાકાત: ગુજરાત માટે નવા દ્વાર ખુલશે
લોરેન્સ બિશ્નોઈના એનકાઉન્ટરની માંગ કરનાર ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવત સાથે મારામારી! જાણો વાયરલ વીડિયોનું સત્ય
લોરેન્સ બિશ્નોઈના એનકાઉન્ટરની માંગ કરનાર ક્ષત્રિય કરણી સેનાના રાજ શેખાવત સાથે મારામારી! જાણો વાયરલ વીડિયોનું સત્ય
જસ્ટિન ટ્રુડોએ લીધો મોટો નિર્ણય, કેનેડાના PMની જાહેરાતથી ભારતીયો માટે મોટું સંકટ, જાણો સમગ્ર મામલો
જસ્ટિન ટ્રુડોએ લીધો મોટો નિર્ણય, કેનેડાના PMની જાહેરાતથી ભારતીયો માટે મોટું સંકટ, જાણો સમગ્ર મામલો
IND vs NZ: વોશિંગ્ટનના વાવાઝોડા સામે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો ઘૂટણીયે, પ્રથમ ઈનિંગમાં 259 રનમાં ઓલઆઉટ,સુંદરની 7 વિકેટ
IND vs NZ: વોશિંગ્ટનના વાવાઝોડા સામે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો ઘૂટણીયે, પ્રથમ ઈનિંગમાં 259 રનમાં ઓલઆઉટ,સુંદરની 7 વિકેટ
વીમા હોવા છતાં કેશલેસ સારવારથી હોસ્પિટલ ના પાડી રહી છે? જાણો ક્યાં કરી શકો છો ફરિયાદ
વીમા હોવા છતાં કેશલેસ સારવારથી હોસ્પિટલ ના પાડી રહી છે? જાણો ક્યાં કરી શકો છો ફરિયાદ
Embed widget