શોધખોળ કરો
Advertisement
પત્નીની આ લતથી કંટાળી ગયેલા પતિએ માંગ્યા છૂટાછેડા, કારણ જાણીને ચોંકી જશો
પતિએ કહ્યું કે, યુવતી લગ્ન પહેલાથી જ ટિકટૉક પર વીડિયો બનાવી રહી છે. સાસરીયામાં આવ્યા બાદ પણ તેણે વીડિયો બનાવવાનું છોડ્યું નહોતું. તેણે નણંદ અને દીયરને પણ ટિકટૉક વીડિયો બનાવવામાં સામેલ કર્યા હતા. જેનાથી ઘરના કામ અને પરિવારમાં શાંતિ ભંગ થતી હતી.
નવી દિલ્હીઃ ગાઝિયાબાદમાં ટિકટૉકની લતની અસર પરિવારની ખુશી પર પડી હોવાનો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ પત્ની પર ટિકટૉકની લતનો આરોપ લગાવીને કોર્ટમાં તલાકની અરજી આપી છે. તેનું કહેવું છે કે, પત્ની ટિકટૉક પર વીડિયો બનાવવાની આદત છોડતી નહોતી, જેના કારણે પરિવાર પર અસર થાય છે. સમજાવવા પર ઝઘડો કરવા લગે છે.
લગ્ન બાદ પણ ન છોડી વીડિયો બનાવવાની લત
કોર્ટમાંથી મળતી જાણકારી મુજબ, શહેરમાં રહેતા એક વ્યક્તિના લગ્ન ફેબ્રુઆરી 2019માં દિલ્હીમાં રહેતી યુવતી સાથે થયા હતા. પતિએ કહ્યું કે, યુવતી લગ્ન પહેલાથી જ ટિકટૉક પર વીડિયો બનાવી રહી છે. સાસરીયામાં આવ્યા બાદ પણ તેણે વીડિયો બનાવવાનું છોડ્યું નહોતું. તેણે નણંદ અને દીયરને પણ ટિકટૉક વીડિયો બનાવવામાં સામેલ કર્યા હતા. જેનાથી ઘરના કામ અને પરિવારમાં શાંતિ ભંગ થતી હતી.
ફેબ્રુઆરીમાં થશે કેસની વધુ સુનાવણી
પતિએ એવો પણ આરોપ લગાવ્યો કે, મામલે પરિવારજનોને ફરિયાદ કરી તો તેઓ પણ યુવતીનો પક્ષ લઈ રહ્યા છે. પીડિત પતિએ કોર્ટમાં કહ્યું યુવતી ટિકટોક બનાવવાના ચક્કરમાં રસોઇ પણ નથી બનાવતી, જેથી તેને છૂટાછેડા આપી દેવા જોઈએ. કોર્ટે અરજી સ્વીકારી પણ લીધી છે. કેસની વધુ સુનાવણી માટે 25 ફેબ્રુઆરીની તારીખ આપવામાં આવી છે.
દિવાલ કૂદીને ચિદમ્બરમની ધરપકડ કરનારા CBI ઓફિસરને મળશે રાષ્ટ્રપતિ મેડલ, જાણો વિગતે
દિલ્હીઃ રાજપથ પર રજૂ થયેલા ગુજરાતી ગરબાથી નરેન્દ્ર મોદી થયા મંત્રમુગ્ધ, જુઓ તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement