શોધખોળ કરો
Advertisement
ગુલામ નબી આઝાદને કાશ્મીરમાં ફરી ન મળી એન્ટ્રી, એરપોર્ટ પરથી દિલ્હી પરત મોકલાયા
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં નેતા વિપક્ષ ગુલાબ નબી આઝાદને મંગળવારે જમ્મુ એરપોર્ટ પર રોકવામાં આવ્યા અને તેમણે દિલ્હી પરત મોકલી દેવામાં આવ્યા છે.
નવી દિલ્હી: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં નેતા વિપક્ષ ગુલાબ નબી આઝાદને મંગળવારે જમ્મુ એરપોર્ટ પર રોકવામાં આવ્યા અને તેમણે દિલ્હી પરત મોકલી દેવામાં આવ્યા છે. આઝાદની નજીકના સુત્રોએ જણાવ્યું કે જમ્મુ એરપોર્ટ પર ઉતર્યા બાદ કૉંગ્રેસના વિરિષ્ઠ નેતાને એરપોર્ટ પરથી બહાર નથી નિકળવા દેવામાં આવ્યા. તેઓ પ્રદેશ કૉંગ્રેસ કમિટીની બેઠકમાં સામેલ થવાના હતા.
થોડા દિવસની અંદર જ આ બીજી વખત છે કે આઝાદને જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ કરવાથી રોકવામાં આવ્યા છે. સુત્રોની જાણકારી અનુસાર આઝાદ સાંજે દિલ્હી પહોંચશે.
ઉલ્લેખનીય છે કે સરકારે જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 ના ઘણી જોગવાઈ હટાવ્યા બાદ અને રાજ્યને બે કેંદ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદાખમાં વિભાજિત કરવાનું પગલુ ઉઠાવ્યા બાદથી રાજ્યના ઘણા વિસ્તારોમાં સુરક્ષા અને ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement