શોધખોળ કરો
Advertisement
ગિરિરાજ સિંહનો રાહુલ ગાંધી પર કટાક્ષ, કહ્યું- દેશમાં બેઇજ્જતી ઓછી થવા પર વિદેશમાં બેઇજ્જતી કરાવી લે છે
બરાક ઓબામાએ પુસ્તકમાં રાહુલ ગાંધીની તુલના વિદ્યાર્થી સાથે કરી છે.
કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદ ગિરિરાજ સિંહે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પુસ્તકનો સંદર્ભ આપતા ગિરિરાજે કહ્યું કે, રાહુલ ગાંધીની જેવી જ દેશમાં બેઇજજતી ઓછી વા લાગે કે તે વિદેશી બેઇજ્જતી કરાવી લે છે. ઉલ્લેખનીય છે કે, ઓબામાનું નવું પુસ્તક સામે આવ્યું છે. ઓબામાએ પોતાની આત્મકથા ‘એ પ્રોમિસ્ડ લેન્ડ’માં રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતીં તેમણે ઓછી યોગ્યતા અને ઓછા જૂનુની નેતા ગણાવ્યા છે.
બરાક ઓબામાએ પુસ્તકમાં રાહુલ ગાંધીની તુલના વિદ્યાર્થી સાથે કરી છે. ઓબામાએ લખ્યું કે, રાહુલ ગાંધી એક એવા વિદ્યાર્થી છે જેને કોર્સવર્ક તો કર્યું છે અને શિક્ષકને પ્રભાવિત કરવા માટે ઉત્સુક પણ રહે છે પરંતુ એ વિષયમાં મહારત મેળવવા માટેની યોગ્યતા નથી અથવા તો જૂનુનની ઘટ છે. તેની સાથે જ ઓબામાએ રાહુલ ગાંધીને નવર્સ પણ ગણાવ્યા છે. નોંધનીય છે કે, ઓબામા 2017માં ભારત પ્રવાસ પર આવ્યા હતા ત્યારે રાહુલ ગાંધી સાથે તેની મુલાકાત થઈ હતી.
મનમોહન સિંહ પર અગાધ નિષ્ઠા બરાક ઓમાબાએ પોતાના પુસ્તકમાં રાહુલ ગાંધી ઉપરાંત ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો પણ ઉલ્લેખ કર્યો છે અને તેમના વખાણ કર્યા છે. મનમોહન સિંહ વિશે ઓબામાએ લખ્યું કે, તેમનામાં એક પ્રકારના અગાધ નિષ્ઠા છે. જો બાઈડેન છે સભ્ય વ્યક્તિ ઓબામાએ પોતાના પુસ્તકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટમી જીતી ચૂકેલ જો બાઈડેનનો પણ ઉલ્લેખ કરતાં તેમને સભ્ય વ્યક્તિ ગણાવ્યા છે. જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તુલના સ્ટ્રીટ-સ્માર્ટ બોસેજ સાથે કરી છે. તેમણે લખ્યું કે, પિતન એક સમયેમાં શિકાગોને ચલાવતા સ્ટ્રીટ-સ્માર્ટ બોસીસની યાદ અપાવે છે.राहुल गांधी की जैसे ही देश में बेज्जती कम होने लगती है,विदेश से बेज्जती करवा लेते हैं। pic.twitter.com/FOb7xnOF5K
— Shandilya Giriraj Singh (@girirajsinghbjp) November 13, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement