‘વાહ દીદી વાહ’.... યુવતીએ હાથી સાથે ટકરાવી સ્કૂટી, મહાવતને ઉડાવી દીધો, જુઓ Viral Video
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને લોકો હસવાનું રોકી શકતા નથી

નવી દિલ્હીઃ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુવતી સ્કૂટી ચલાવતા ચલાવતા રસ્તા પર ઉભેલા એક વ્યક્તિને જોરથી ટક્કર મારે છે. દરમિયાન તે યુવતી હાથીને પણ સ્કૂટીથી ટક્કર મારી દે છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાક વ્યક્તિઓ રસ્તાની બાજુમાં ટ્રકમાંથી હાથીને ઉતારી રહ્યા હોય છે તે દરમિયાન એક યુવતી સ્કૂટી લઇને આવે છે અને એક વ્યક્તિને ટક્કર મારે છે અને આ દરમિયાન તેની સ્કૂટી હાથી સાથે પણ ટકરાય છે. આ વીડિયો જોઇને લોકો પોતાનું હસવાનું રોકી શકતા નથી. કેટલાક યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે યુવતીને આટલો મોટો હાથી પણ દેખાયો નહીં.
ટાઇગર શ્રોફે શેર કર્યો અનસીન વિડીયો
બોલિવૂડ એક્ટર જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ફિટ હીરોમાંથી એક ગણવામાં આવે છે. બોલિવૂડના બેસ્ટ એક્શન હીરોની યાદીમાં સામેલ ટાઈગર પોતાની ફિટનેસ માટે ઘણી મહેનત કરે છે, તેની એક ઝલક તમે અભિનેતાના ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો. ટાઈગર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના વર્કઆઉટના વીડિયો શેર કરતો રહે છે. પરંતુ શું તમે જાણો છો કે આટલા ફિટ બનતા પહેલા ટાઇગર એકદમ ફેટી હતો.
હાલમાં જ ટાઈગરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ શેર કર્યો છે જેમાં તે ફિટ નથી પરંતુ એકદમ ફેટી દેખાઈ રહ્યો છે અને તે વિડિઓમાં તેની હેરસ્ટાઇલ પણ ઘણી અલગ દેખાઈ રહી છે. ટાઈગરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ટાઈગર એક બીચ પર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેણે લાલ રંગનું લોઅર અને સફેદ વેસ્ટ પહેર્યું છે. તેની સાથે એક ટ્રેનર પણ હાજર છે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















